ચાર માસ પહેલા શ્વાને બચકું ભર્યા છતાં પણ રસી લીધી ન હતી: હડકવાના લક્ષણો દેખાયા બાદ વૃદ્ધનું મોત
સુરતમાં રખડતા શ્વાને વધુ એકનો ભોગ લીધો છે. જેમાં મૃતક વૃદ્ધને ચાર માસ પહેલા સ્વાદે બચકું ભર્યું હતું છતાં પણ વૃદ્ધે રસી ન મુકાવતા હડકવાના લક્ષણો દેખાયા બાદ તેમનું મોત થયું હતું.
સુરતમાં હડકવાના લક્ષણો સાથે સારવાર માટે ખસેડાયેલા વૃદ્ધનું મોત થયું છે. ચાર મહિના પહેલા શ્વાને વૃદ્ધ પર હુમલો કર્યો હતો. જો કે તેમ છતાં વૃદ્ધે રસી લીધી ન હોતી. પરંતુ બે દિવસથી મૃતક વૃદ્ધમાં હડકવાના લક્ષણો દેખાયા હતા. જેથી તેમને સારવાર માટે નવી સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું.
સુરતના સાગર બારાના આમલી ગામે રહેતા જ્ઞાનસિંગ વસાવા (ઉ.વ.62)ને ચાર મહિના પહેલા શ્વાને બચકું કર્યું હતું. જેના કારણે થોડા દિવસથી બાળકોના લક્ષણો દેખાવા લાગ્યા હતા. જેથી પરિવારજનોએ જ્ઞાનસિંગને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનો મોત નિપજ્યું હતું. સુરતમાં પહેલા પણ બે બાળકો અને વેડ રોડના એક યુવાનનું હડકવામાં શંકાસ્પદ મોત થયું હતું.
સુરતમાં છેલ્લા થોડા દિવસોમાં રખડતા શ્વાનના કારણે અત્યાર સુધી કુલ ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગયા મહિને ખજોદ ખાતે ડાયમંડ બુર્સમાં આવેલી લેબર કોલોનીમાં રહેતા રવિકુમાર કહારની બે વર્ષીયની પુત્રીને ત્રણ-ચાર શ્વાને બચકાં ભરતા સારવાર માટે નવી સિવિલમાં કિડની બિલ્ડીંગમાં લાવ્યા હતા. જોકે બાળકીને 30 થી 40 જેટલા શરીરના જુદા જુદા ભાગે બચકા ભર્યા હોવાનું ડોકટરે કહ્યુ હતુ. જેથી તે બાળકીને જે ભાગે બચકાથી ધા પડયા હતા. તેને અનુલક્ષીને ધાની નજીકમાં 30 જેટલી વખત હડકવા વિરોધી રસી જરૂરીયાત પ્રમાણે આપવામાં આવી હતી.
ત્યારે સુરતમાં ફરી એકવાર રખડતા શ્વાને એક વૃદ્ધનો જીવ લીધો હોવાનું સામે આવ્યું છે. ચાર મહિના પહેલા વૃદ્ધને રખડતા શ્વાને બચકા ભર્યા હતા. જેથી બે ત્રણ દિવસથી વૃદ્ધને હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા હતા જેથી પરિવારજનોને તાત્કાલિક વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા પરંતુ ચાલુ સારવાર દરમિયાન તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ત્યારે તંત્ર દ્વારા પણ રખડતા શ્વાન બાબતે કડક કાર્યવાહી કરવા માટે દોડધામ મચી છે.