‘લગ્ન’ એ એવો દિવસ હોય છે જેને દરેક વ્યક્તિ યાદગાર બનવવા ઇચ્છે છે. બંને પોતાના લગ્નનાં દિવસને એક ખાસ દિવસ તરીકે મનાવતા હોય છે. જે દિવસે બે વ્યક્તિ એક તાંતણે બંધાય છે. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં પરંપરાગત અને રીતરીવાજોને અનુસરીને લગ્ન વિધી કરવામાં આવે છે. તેવા સમયે દુનિયામાં કેટલાંક એવા યુગલો પણ છે જે પોતાનાં લગ્નને યાદગાર બનાવવા કંઇ પણ કરી છુટ્યા તૈયાર હોય છે. ત્યારે અલગ રીતથી દુનિયાની પરંપરા અને રીત રીવાજને એક બાનુ રાખી કંઇક અલગ કરી દેખાડવા યુગલો, પ્લેન, હેલીકોપ્ટર, અંડરવોટ જેવા સ્ત્રોતનો ઉપયોગ કરી લગ્નને નવો આયામ આપે છે જેની ચર્ચા કુંટુંબ કબિલા, શહે, માત્ર નહીં પરંતુ આખી દુનિયામાં થાય છે તો આપણે પણ વાત કરીએ એવા કેટલાંક યુગલોની જેમણે દુનિયાને ચર્ચાનો વિષય આપ્યો છે.
એક એવી સ્ત્રી જેને તેનાં મૃત મંગેતર સાથે કબરમાં લગ્ન કર્યા. આમ આ રીતે પોતે મંગેતરને આજીવન પ્રેમ કરવાનો અનોખો દાખલો બેસાડ્યો છે આ સ્ત્રી એ….ખરુને…!
ક્ષીઆઓ નામના વ્યક્તિએ એક વર્ષ સુધી પોતાનો પગાર બચાવી પોતાના લગ્નનાં દિવસે પ્રેપસીની એક મુસ્કુરાહટ માટે ૯૯,૯૯૯ ગુલાબ ખરીદી ભેટમાં આપ્યા હતા. ગુલાબએ પ્રેમનું પ્રતિક છે ત્યારે આ મહાશયએ તો જાણે આખુ ગામ જ ગુલાબી બનાવી દીધુ.
લગ્નને યાદગાર બનાવવા ચીનનાં આ યુગલએ કંઇ આવો ફંડો અપનાવ્યો હતો જેમાં દુલ્હને પોતાના વેડીંગ ડ્રેસને ૨૦૦ મીટર લાંબો સીવડાવ્યો હતો જેને સંભાળવા ૫૦ થી પણ વધુ વ્યક્તિઓ જોડાયા હતા.
તો બીજી તરફ એવું એક યુગલ ધ્યાનમાં આવ્યું જેમણે પોતાના સંબંધો હવામાં જોડ્યા હોય કહેવાનો મતલબ એટલો જ કે એ યુગલએ બંજીજંપીગનાં પ્લેટફોર્મમાં એકબીજાને વેડીંગ રીંગ પહેરાવી અને પછી છલાંગ મારી ત્યારે ત્યાં હાજર સૌ કોઇએ તેમને તાલીઓથી વધાવ્યા હતા.
આ કપલની લગ્નની રીત જાણીને તો તમે આશ્ર્ચર્ય અનુભવશો. જેમાં ૨૫૦ મહેમાનોની હાજરીમાં એલી બાર્ટોન અને ફીલ હેન્ડીકોટએ નગ્નાવસ્યામાં એકબીજાને વેડીંગ રીંગ પહેરાવી હતી. જેમાં તે એેનના શરીર પરએ વેડિંગ રીંગ સિવાઇ કશું જ નહોતુ અને ઉપસ્થિત મહેમાનોએ પણ કંઇ સંકોચ અનુભવ્યા વગર બંનેને શુભકામનાઓ પાઠવી હતી..