મધ્ય પ્રદેશના હોશંગાબાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. લેબ્રાડોર નસ્લના કૂતરાના માલિકી અંગેના વિવાદમાં કૂતરાનો DNA ટેસ્ટ કરાવ્યો હતો અને આખરે તેનું પરિણામ આવ્યુ. રિપોર્ટ શાદાબ ખાન નામના પત્રકારના પક્ષમાં આવ્યો છે. હવે તે “કોકો” નામથી ઓળખાશે. ગયા વર્ષે નવેમ્બરમાં બે લોકોએ કૂતરા પર દાવો કર્યો હતો અને કૂતરાએ બંનેને ઓળખવાનો સંકેત આપ્યો ત્યારે પોલીસ પણ આચર્યમાં પડી ગઈ હતી. ત્યાર બાદ પોલીસે કૂતરાનો DNA ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો હતો.
પત્રકાર શાદાબ ખાને કહ્યું કે, તે કૂતરો હિલ સ્ટેશન પચમઢીથી લાવ્યો હતો, જ્યારે એબીવીપી સાથે સંકળાયેલા કાર્તિક શિવહરે જણાવ્યું કે તે કૂતરો બાબઇથી લાવ્યો હતો. બંને જગ્યાઓ હોશંગાબાદ જિલ્લામાં આવેલી છે.
હોશંગાબાદના એસપી સંતોષસિંહ ગૌડે જણાવ્યું હતું કે, DNA રિપોર્ટ આવ્યા બાદ કૂતરાને શુક્રવારે શાદાબ ખાનને સોંપવામાં આવ્યો હતો. શાદાબે કહ્યું કે સાત મહિના બાદ પોતાનો કૂતરો મેળવીને તે ખૂબ જ ખુશ છે.
પત્રકાર શાદાબ ખાને નવેમ્બર 2020માં દાવો કર્યો હતો કે, તેના ડોગ “કોકો” ઓગસ્ટમાં ચોરી થયો હતો, અને તેના કૂતરાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી)ના નેતા કાર્તિક શિવહરે ચોરી કર્યા છે અને તે અત્યારે શિવહરેના ઘરે છે, પોલીસને તેવી ફરિયાદ કરી હતી. એક દિવસ બાદ, શિવહરે કાગળો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને દાવો કર્યો કે કૂતરો તેનો છે અને તેનું નામ ટાઇગર છે. શિવહરે આગળ વાત કરતા જણાવ્યુ કે તેણે આ કૂતરો ઇટારસી પાસેથી ખરીદ્યો હતો.
બંને પક્ષો તેમના દાવા પર અડગ હતા અને કૂતરો પણ બંનેને જાણવાનો સંકેત આપી રહ્યો હતો. રિપોર્ટ આવે ત્યાં સુધી કૂતરો શિવહારે પાસે રાખવામાં આવીયો હતો. આ પછી, DNAના નમૂના લઇને હૈદરાબાદની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે, પોલીસને એક રિપોર્ટ મળ્યો, જેમાં જાણવા મળ્યું કે, કૂતરાનો DNA પંચમઢીના કૂતરાઓ સાથે મળે છે. આખરે “કોકો”ને શાદાબ ખાનને સોંપવામાં આવીયો. કૂતરો કોણે ચોર્યો તે અંગેની પોલીસ તપાસ હજી ચાલુ છે