દરેક છોકરીઓ તહેવારોનાં દિવસે લુક ચેન્જ કરીને પોતાની સ્માર્ટનેસમાં વધારો કરવા ઇચ્છતી હોય છે. આમ, કોઈને કર્લી વાળ ગમતાં હોય છે તો કોઈને સ્ટ્રેટ હેર વધારે પસંદ હોય છે. તેમજ આઉટફિટ અનુસાર લોકો હેર સ્ટાઇલ કરતાં હોય છે. પરંતુ વાત કરવામાં આવે તો ટ્રેડિશનલ આઉટફિટ પર સ્ટ્રેટ હેર તમને સારો લુક આપે છે. તેમજ સ્ટ્રેટ હેર કરાવવા માટે લોકો પાર્લરમાં જતા હોય છે. પાર્લરમાં કેમિકલ પ્રોડક્ટ્સ વધારે યુઝ કરવાને કારણે હેર ફોલની સમસ્યા થઈ શકે છે. આમ, તમે ઘરે નેચરલ રીતે પણ હેર સ્ટ્રેટ કરી શકો છો. આ નેચરલ વસ્તુઓને કારણે સાઇડ ઇફેક્ટસ થવાનાં ચાન્સિસ ઓછા રહે છે. તો જાણો ઘરે કેવી રીતે વાળને સીધા કરશો.
ઓલિવ ઓઇલ
ઓલિવ ઓઇલનો ઉપયોગ કરીને તમે વાળને સ્ટ્રેટ કરી શકો છો. તેમજ આ માટે વાળનાં મૂળમાં ઓલિવ ઓઇલથી મસાજ કરો. ત્યારબાદ માઇલ્ડ શેમ્પૂથી હેર વોશ કરો. આમ કરવાથી વાળ સીધા થાય છે.
મુલતાની માટી
મુલતાની માટી ત્વચા અને વાળ માટે અનેક રીતે બેસ્ટ સાબિત થાય છે. તેમજ વાળને સીધા કરવા માટે મુલતાની માટીમાં ઇંડાનો સફેદ ભાગ મિક્સ કરો. હવે આમાં એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેકને વાળમાં ઉપરથી લઈને નીચે સુધી લગાવો. ત્યારબાદ મોટો કાંસકો ફેરવો. અને ત્યારપછી એક કલાક માટે વાળમાં રહેવા દો. હવે હેર વોશ કરો અને હેર વોશ કર્યાં પછી દૂધનો સ્પ્રે કરો. 15 મિનિટ પછી ફરીથી હેર વોશ કરો. આ પ્રક્રિયાને 2 થી 3 વાર કરીને તમે સારું પરિણામ મેળવી શકો છો.
ઇંડા
ઇંડાનો ઉપયોગ કરીને વાળને સીધા કરી શકો છો. આ માટે 2 થી 3 ઇંડા લો અને મેશ કરી લો. ત્યારબાદ આમાં એક ચમચી મધ મિક્સ કરો. ત્યારપછી એક કલાક માટે વાળમાં રહેવા દો અને પછી હેર વોશ કરો. આમ કરવાથી વાળ લાંબા થાય છે અને સાથે સ્ટ્રેટ પણ થાય છે. આ પ્રોસેસ તમારે 2 થી 3 વાર કરવાની રહેશે.
લીંબુનો રસ
લીંબુનો રસ અને નારિયેળ દૂધને મિક્સ કરીને ફ્રિજમાં 2 થી 3 કલાક માટે મૂકી દો. ત્યારબાદ માસ્કની જેમ વાળમાં લગાવો. તેમજ 20 થી 25 મિનિટ પછી હેર વોશ કરો. આ માસ્કથી વાળ ચમકદાર અને સીધા થશે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.