કલાકારો: સંજય દત્ત, અદિતિ રાવ, હૈદરી, શરદ કેલકર, શેખર સુમન
પ્રોડયુસર: ઓમંગ કુમાર
ડાયરેકટર: ઓમંગ કુમાર
મ્યુઝિક: સાજિદ-વાજિદ
ફિલ્મ ટાઈપ: એકશન/થ્રિલર
ફિલ્મની અવધિ: ૨ કલાક ૧૫ મિનિટ
સિનેમા સૌજન્ય: કોસ્મોપ્લેકસ
રેટિંગ: ૫ માંથી ૩ સ્ટાર
સ્ટોરી: શ્રીદેવીની ‘મોમ’ અને સંજય દત્તની ‘ભૂમિ’ વચ્ચે સામ્ય છે. જી ના, સ્ટોરી એક નથી બલ્કે મેસેજ એક છે – દીકરી વ્હાલનો દરીયો. ‘ભૂમિ’ની સ્ટોરી સંક્ષિપ્તમાં કંઈક આવી છે. મા વિના મોટી થયેલી જુવાનજોધ દીકરી ભૂમિ (અદિતિ રાવ હૈદરી) પિતા અણ (સંજય દત્ત) માટે કાળજાનો કટકો છે. ભૂમિને તેના પિતા ખૂબ જ લાડ કરે છે અને ભૂમિ પણ પ્રૌઢ પિતાની ‘મિત્ર’ બની ગઈ છે. ભૂમિની જાન જોડાય છે. પરંતુ આ શું ? કહાની મેં ટ્વિસ્ટ…ભૂમિ પર ઢોલી (શરદ કેલકર) દુષ્કર્મ ગુજારે છે. આગળ શું થાય છે ???એક્ટિંગ: સાડા ત્રણ વર્ષના જેલવાસ બાદ સંજય દત્તની આ કમબેક મૂવી છે. સંજુ બાબાનો એક અલાયદો ચાહકવર્ગ છે. એટલે તેમને ‘ભૂમિ’નો ઈન્તઝાર હતો. સંજય દત્તે એક પ્રેમાળ પિતા અને એક બદલો લેતો પિતાની ભૂમિકા ભજવી છે.બંને કિરદારમાં દાદ મેળવી જાય છે. જુવાન પુત્રી પાસે બાળક બની જતો દત્ત અને પુત્રીનું જીવન ઝેર કરી નાખનારા વિલનને પતાવી દેવા મેદાને પડેલો દત્ત બંને માટે એક જ શબ્દ નીકળે – જસ્ટ પરફેકટ. જયારે દત્ત વિલનને ફટકારે ત્યારે સિનેમા હોલમાં સીટિઓ સાંભળવા મળી.સંજય દત્તની પુત્રી ભૂમિની ભૂમિકામાં અદિતિ રાવ હૈદરીએ પણ રંગ રાખ્યો છે. ફિલ્મ વઝીર પછી તેની ઘણા બધા મહિનાઓ પછી આ ફિલ્મ આવી છે. આ સિવાય દત્તના મિત્રની ભૂમિકા શેખર સુમન થોડું હસાવી જાય છે. તેનું કામ જસ્ટ ઓ.કે. ખંધો ખલનાયક બનેલો ટીવી સ્ટાર શરદ કેલકરે ભૂમિકા સાથે ન્યાય કર્યો છે. તેના માટે દર્શકોને રીતસર ધૃણા જ જાગે. આપણને પણ તેને મારવાનું મન થઈ જાય !!!ડાયરેકશન: ડાયરેકટર ઓમંગ કુમારે ફિલ્મ ભૂમિ થકી સાબિત કર્યું છે કે, તે મેરી કોમ અને સરબજીત જેવી બાયોપિક સિવાયના વિષયો પર પણ હાથ અજમાવી શકે છે. તેઓ સફળ પણ રહ્યો છે. ઓમંગ કુમાર ઉર્ફે ઓ.કે. એક વખતનો ઝી ટીવીનો શો ‘એક મિનિટ’ના એંકર. તેઓ મલ્ટી ટેલેન્ટેડ છે. તેઓ સેટ ડીઝાઈનર, ઈન્ટીરીયર ડીઝાઈનર પણ છે.તેમને તો એકટર બનવું હતું. પણ નસીબ નસીબની વાત છે.ઓવરઓલ: સંજય દત્તની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મમાં ઈમોશન ફેમિલી ડ્રામા અને મારધાડ ભરપૂર છે. દત્તના ચાહકોને તો આ ફિલ્મ બેશક ગમશે. આમ છતાં બાકીનો દર્શક વર્ગ પણ નિરાશ નહીં થાય.