• મોટાભાગના જિલ્લાઓમાં સવારથી વરસાદ: બોટાદ-દસાડામાં બે ઇંચ: રાજ્યના 47 તાલુકામાં વરસાદ: આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી: રાજ્યમાં 25.46 ટકા વરસાદ વરસી ગયો
  • આજે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમ્યાન આજે સવારથી  સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ જોવા  મળી રહ્યો છે. ઉપલેટામાં સવારે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. ત્રણ ઇંચથી વધુ  વરસાદ વર્ષે ગયો હતો. રાજકોટમાં પણ મેઘરાજા ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે.વાતાવરણ એક રસ હોય ગમે ત્યારે મેઘ મલ્હારની સંભાવના વર્તાય રહી છે.
  • ઉપલેટામાં આજે સવારથી જ મેઘરાજાની જોરદાર બેટીંગ ચાલુ થઇ હતી ત્યારે 10 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો.

તાલુકાના ખાખીજાળીયા, સેવંત્રા, મોજીરા, તલંગણા, કુંઠેચ, મજેઠી, લાઠ, ભીમોરા, સમઢીયાળા, કાથરોટા, નાગવદર, મેખાટીંબી, વરજાંગ જાળીયા, મેરવદર, ઢાંક, ગધેથડ, તણસવા સહિત ગામોમાં 2 થી 3 ઇંચ જેવો વરસાદ વરસી ગયો છે. શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા મોજ ડેમ તથા વેણુ ડેમમાં પાણીની આવક થવા પામેલ છે.

ઉપલેટા શહેરમાં વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણ ડુબ પાણી ભરાયા હતા. જ્યારે ગ્રામ્ય પંથકમાં સારા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. વરસાદને કારણે કોઇ જાનહાની થવા પામેલ નથી.

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં બુધવારે વરસાદનું જોર ઘટી જવા પામ્યુ હતું. આજે સવારે પૂરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના માત્ર 47 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ બે ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી વાતાવરણ વાદળર્છાંયુ જોવા મળી રહ્યું છે. આજે સવારે સુરત, ભરૂચ, વલસાડ, રાજકોટ, આણંદ, છોટા ઉદેપુર અને ખેડામાં મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. સુરતમાં સવારે બે કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.

સ્ટેટ ઇમરજન્સી ક્ધટ્રોલ રૂમના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 47 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. બોટાદમાં સૌથી વધુ 47 મીમી એટલે કે બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સુરેન્દ્રનગરના દસાડામાં 40 મીમી, મોરબીના ટંકારામાં 29 મીમી, બોડેલીમાં 18 મીમી, લીલીયામાં 15 મીમી, પાટણ-વેરાવળમાં 15 મીમી, ભાણવડમાં 14 મીમી, કુંકાવાવ-વડિયામાં 13 મીમી, ખાંભામાં 12 મીમી, બેચરાજીમાં 12 મીમી, ધ્રોલમાં 9 મીમી, મોરબીમાં 9 મીમી, માંડળમાં 9 મીમી, જાફરાબાદમાં 8 મીમી વરસાદ પડ્યો હતો. આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સવારથી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે.

રાજ્યમાં આજ સુધીમાં ચોમાસાની સિઝનનો કુલ 25.46 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં 34.87 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 17.78 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 16.39 ટકા, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 35.44 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 27.25 ટકા વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 19.22 ટકા, રાજકોટમાં 28.99 ટકા, મોરબી જિલ્લામાં 37.72 ટકા, જામનગર જિલ્લામાં 28.80 ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 55.92 ટકા, પોરબંદર જિલ્લામાં 39.62 ટકા, જૂનાગઢ જિલ્લામાં 53.56 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 28.47 ટકા, અમરેલી જિલ્લામાં 32.59 ટકા, ભાવનગર જિલ્લામાં 34.64 ટકા અને બોટાદ જિલ્લામાં 28.86 ટકા વરસાદ વરસી ગયો છે.

રાજ્યના બે તાલુકાઓ એવા છે. જ્યાં હજી બે ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે. જ્યારે 86 તાલુકાઓમાં બેથી લઇ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. 84 તાલુકાઓમાં પાંથી 10 ઇંચ 54 તાલુકાઓમાં 10 ઇંચથી વધુ જ્યારે 25 તાલુકાઓમાં 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 22 જિલ્લાના 47 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ બે ઇંચ સુધી વરસાદ પડ્યો છે.

જૂન માસમાં રાજ્યમાં સરેરાશ 115 મીમી વરસાદ પડ્યો હતો. દરમિયાન જુલાઇ માસના પ્રથમ 10 દિવસમાં 109.84 મીમી વરસાદ પડ્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 883 મીમી વરસાદ પડે છે. દરમિયાન આજ સુધીમાં 224.84 મીમી વરસાદ વરસી ગયો છે. જે સિઝનનો 25.46 ટકા જેવો થવા પામે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.