તોફાનને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસ અને પાણીનો મારો ફૂટબોલના સમર્થકો પર કર્યો
ફિફા વર્લ્ડ કપ 2022માં વધુ એક અપસેટ સર્જાયો છે. આજે રમાયેલી ગ્રુપ-એફની મેચમાં મોરોક્કો સામે વર્લ્ડ નંબર-2 બેલ્જિયમની ટીમની 0-2થી હાર થઈ છે. મેચમાં મોરોક્કોની જીતના હીરો અબ્દેલહમીદ સાબીરી અને ઝકારિયા અબુખલાલ હતા. આ બંને ખેલાડીઓએ 1-1 ગોલ કર્યો હતો.અગાઉની મેચમાં બેલ્જિયમ કેનેડા સામે માંડ-માંડ જીત્યું હતું. આ મેચમાં બેલ્જિયમની ટીમ એક ગોલ કરવામાં સફળ રહેતા કેનેડાની હાર થઈ હતી. મોરોક્કો અને બેલ્જિયમની મેચની વાત કરીએ તો આ વર્લ્ડકપમાં આ ત્રીજો મોટો અપસેટ છે.
અગાઉ મેચમાં સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને અને જાપાને જર્મનીને હારનો સ્વાદ ચખાડ્યો હતો. આ વિશ્વ કપમાં અપસેટ સર્જાતા જ બેલ્જિયમના ફૂટબોલ સમર્થકોએ રાજધાની બ્રુસેલ્સમાં તોફાન મચાવ્યો હતો જેને અંકુશમાં લેવા માટે પોલીસ દ્વારા પિયર ગેસ અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. હાર નો આક્રોશ એટલો બધો જોવા મળ્યો કે સમર્થકોએ દુકાનો માં પણ આગ લગાડી દીધી હતી અને અનેક વાહનોને નુકસાની પહોંચાડી હતી. ઘટનાને કામમાં લેવા પોલીસ અધિકારીઓએ સ્થાનિકોને શહેરના અમુક સ્થળો પર ન આવવા દેવા માટે પણ જણાવ્યું હતું.
FIFA વિશ્વ કપમાંથી કેનેડા ‘આઉટ’, ક્રોસિયા જીત સાથે ટોપ પર
ફિફા વિશ્વકપમાં ક્રોએશિયાએ આગેકૂચની આશા જીવંત રાખતાં 4-1થી કેનેડા સામે વિજય મેળવ્યો હતો. આ સાથે સતત બીજી હાર સાથે કેનેડા કતાર ફિફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાયું હતુ. ક્રોએશિયા તરફથી ક્રેમારિકે બે અને લિવાજા અને માજેરે એક-એક ગોલ નોંધાવ્યા હતા. કેનેડાનો અગાઉ બેલ્જીયમ સામે 0-1થી પરાજય થયો હતો. જ્યારે ક્રોએશિયાનો આ પ્રથમ વિજય હતો. અગાઉ ક્રોએશિયા અને મોરક્કોની મેચ 0-0થી ડ્રો થઈ હતી. કેનેડાએ આક્રમક શરુઆક કરતાં બીજી જ મિનિટે એલ્ફોન્સો ડેવિસના ગોલને સહારે સરસાઈ મેળવી લીધી હતી. આમ છતાં ક્રોએશિયાએ અનુભવ સાથે પુનરાગમન કરતાં ક્રેમારિકના ગોલને સહારે બરોબરી મેળવી હતી. હાફ ટાઈમના બ્રેક અગાઉ જ માર્કો લિવાજાએ ગોલ ફટકારતાં ક્રોએશિયાને 2-1થી સરસાઈ અપાવી હતી. ગત વર્લ્ડકપની રનર્સઅપ ટીમે ત્યાર બાદ બીજા હાફમાં બે ગોલ ફટકાર્યા હતા. કેમારિકે બીજા હાફમાં ગોલ નોંધાવતા ક્રોએશિયાને 3-1થી લીડ અપાવી હતી. આખરે સ્ટોપેજ ટાઈમમાં માજેરે ટીમ તરફથી ચોથો ગોલ નોંધાવ્યો હતો. આ સાથે કેનેડાનું વર્લ્ડકપ ડ્રીમ સમાપ્ત થઈ ગયું હતુ.