રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૦૧, ૧૫ અને ૦૪માં ડ્રેનેજની મુખ્ય લાઈન, મેનહોલ તથા હાઉસ કનેક્શન ચેમ્બર બનાવવાનું તથા વોર્ડ નં.૧૧ મવડી એરિયામાં સ્ટ્રોમ વોટર, ડ્રેઈન, નેટવર્ક કરવાના કામનું ખાતમુહર્ત તા.૦૪ના રોજ મંત્રી જયેશભાઈ રાદડિયાના વરદ્ હસ્તે યોજાનાર છે. જેનું સયુંકત ડાયસ કાર્યક્રમ વોર્ડ નં.૦૧માં કરવામાં આવનાર છે. જેના અનુસંધાને સ્થળ મુલાકાત લેવામાં આવેલ હતી.
આ સ્થળ મુલાકાતમાં ડેપ્યુટી મેયર આશ્વીનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, ડ્રેનેજ કમિટીના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, બાબુભાઈ આહીર, દુર્ગાબા જાડેજા, ડેપ્યુટી કમિશનર જાડેજા, સીટી એન્જીનીયર દોઢિયા, વોર્ડ નં.૦૧ ભાજપના પ્રમુખ રસીકભાઈ બદ્રકિયા, તેમજ આ વિસ્તારના અગ્રણીઓ યુવરાજસિંહ ચુડાસમા, જયદીપસિંહ જાડેજા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. તમામ કામનું સયુંકત ડાયસ કાર્યક્રમ વોર્ડ નં.૦૧ રૈયાધાર, મારવાડી, મોફતીયાપરા, ટી.પી. રોડ હનુમાનજીના મંદિર પાસે યોજાનાર છે. જે અંગે જરૂરી વ્યવસ્થા માટે અધિકારીઓ સાથે ચર્ચા–વિચારણા કરાવામાં આવેલ.