તોફાનના કારણે મૃત્યુઆંક વધે તેવી દહેશત: બચાવ કામગીરી સઘન બનાવાઈ
સતત બે દિવસી ઉત્તરપ્રદેશ, રાજસન, પશ્ર્ચિમ બંગાળ, બિહાર, ઓરીસ્સા સહિતના રાજયોમાં હાહાકાર મચાવ્યા બાદ હજુ તોફાન અને થન્ડરસ્ટોર્મનો કાળો કહેર ચાલુ રહે તેવી ચેતવણી આપવામાં આવી છે.
છેલ્લા બે દિવસમાં તોફાનના કારણે ઉત્તરપ્રદેશના ૭૩ લોકો મોતને ભેટયા છે. જયારે ૯૧થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ તબાહી આગ્રામાં થાઈ છે. આ ઉપરાંત રાજસનમાં ૩૫ લોકોના તોફાનમાં મોત નિપજયા છે. જયારે ૨૦૬થી વધુ ઘાયલ યા છે. તેલંગણામાં ૮, ઉત્તરાખંડમાં ૬, પંજાબમાં ૨ લોકોના મોત યા હોવાનું જાણવા મળે છે. ન્ડરસ્ટોર્મના કારણે દેશના અનેક જિલ્લાઓમાં વીજળી ગુલ ઈ હોવાનું પણ માલુમ યું છે.
પશ્ર્ચિમ બંગાળ, ઓરીસ્સા, બિહાર અને ઉત્તરપ્રદેશ સહિતના ચાર રાજયોમાં હજુ થોડા કલાકો સુધી ન્ડરસ્ટોર્મ અને તોફાનની તબાહી રહેશે તેવી ચેતવણી ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. ઉત્તરાખંડ, હરીયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, ઝારખંડ, સીક્કીમ સહિતના રાજયોમાં ઠંડા પવનો પણ ફૂકાશે તેવી શકયતા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,