નબળા કામ છતા ચીફ ઓફીસરે ચેક આપી દેતા હોબાળો: અંતે પેમેન્ટ સ્ટોપ
ધારાજીમાં નગરપાલીકા હસ્તકનાં ડામર રોડ અને મેટલીંગ કામોમાં ભયંકર ગેરરીતિ ભ્રષ્ટાચાર અને નબળા કામોની અનેક ફરિયાદો ઉઠી છે. અને તંત્ર ઉપરાંત નામદાર કોર્ટ સમક્ષ પણ નબળા કામો સામે કેસ ચાલી રહ્યો છે. આમ છતા ધોરાજી નગરપાલીકા દ્વારા ડામરરોડ અને મેટલીંગ કામના કોન્ટ્રાકટરોને અંદાજે ૩ કરોડના બીલામંજૂર કરી ચેક આપી દેતા પદાધિકારીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
પાલીકાના કોન્ટ્રાકટરોના અધુરા અને નબળા કામો સામે ધોરાજી નગરપાલીકાનાં કારોબારી ચેરમેન જગદીશભાઈ રાખોલીયા અને બાંધકામ સમિતિનાં ચેરમેન ઈમ્તીયાઝભાઈ પોઠીયાવાળાએ ચીફ ઓફીસરને લેખીતમાં બીલો ન ચૂકવવા પત્ર પાઠવેલ હતા. ધારાજી નગરપાલીકા દ્વારા મેટલીંગ કામના કોન્ટ્રાકટર રોયલ ઈન્દ્ર એજન્સી ને ‚ા.૧ કરોડ ૧૧ લાખનો ચેક તેમજ ડામર કામનાં મધુરમ ક્ધસ્ટ્રકશનને ‚ા.૧ કરોડ ૭૦ લાખની રકમનો ચેક આપતા પદાધિકારીઓએ ભરે હોબાળો મચાવ્યો હતો.અને આ બાબતે કારોબારી ચેરમેન અને બાંધકામ સમિતિ ચેરમેન દ્વારા બીલો ન ચૂકવવાના વાંધા ને ધ્યાને લઈ એકાઉન્ટ શાખા દ્વારા અપાયેલ ચેકનું પેમેન્ટ સ્ટોપ કરાવવા માટે દેનાબેંકને લેખીત જાણ કરાઈ હતી અંતે મળતી માહિતી મુજબ આ બંને ચેક પર બેંક દ્વારા પેમેન્ટ સ્ટોપ કરાયું હતુ.
ચૂંટાયેલા પદાધિકારીઓનો
ચીફ ઓફીસર પર આક્ષેપ
ધોરાજી નગરપાલીકાના ઉપપ્રમુખ મકબુલભાઈ ગરાણાએ મીડીયા સમક્ષ જણાવેલકે અંદાજે ૩ કરોડની રકમનાં બીલ પદાધિકારીઓને વિશ્ર્વાસમાં લીધા વગર કરાયા હતા. બીલો ન ચૂકવવાની વાંધા અરજી હોવા છતા ચીફ ઓફીસરે ખરાઈ કર્યા વીના અને કોઈપણ કારણોસર તેમના બીલ મંજૂર કરી ચેક કાઢી આપવા કાર્યવાહી કરતા અમોએ પેમેન્ટ સ્ટોપ કરાવવા કાર્યવાહી કરી હતી. લોટ પાણીને લાકડા સમાન થયેલા કામો છતા શા માટે બીલો અપાઈ છે.તે બાબત શંકા ઉપજાવનાર છે. આઉપરાંત જનતાબાગ અને અન્ય કામોમાં ભ્રષ્ટાચારની વિઝીલન્સ તપાસની અમારી માંગણી છે.
શહેરના ડામરરોડ અને મેટલીંગના કામો અત્યંત નબળા થયા છે. આગળની બોડીમાં જે કામો થયા તે કેવા થયા નગરજનો જાણે છે. કોન્ટ્રાકટરો દ્વારા થયેલ નબળા કામોને લીધે નગરપાલીકા સુપરસીડ થઈ અને લોકોએ કોંગ્રેસમાં વિશ્ર્વાસ દાખવી પાલીકાનું સુકાન કોંગ્રેસને સોંપ્યુ ત્યારે પ્રજાજનો સાથે છેતરપીંડી કરનારાઓને અમે છોડયું નહી નબળા કામો કરનાર કોન્ટ્રાકટરોને બીલ ન ચૂકવવા ચીફ ઓફીસરને લેખીત જરાવેલ છતા અમુક વહીટ કરી બીલો મંજૂર થયા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com