કોરોના સામેની સારવારમાં હવે એન્ટિબાયોટિક્સ દવાઓ પણ અસરકારક નહીં- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન
કાચિંડાની જેમ રંગ બદલતા કોરોના વાયરસના એક પછી એક નવા વેરીએન્ટ સામે આવી રહ્યા છે. બીજી લહેર ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઘાતકી સાબિત થઈ એ પાછળ આ નવા વેરીએન્ટ તો જવાબદાર છે જ પણ આ સાથે આડેધડ ઉપચાર પણ એટલો જ જવાબદાર છે. કોરોના સામે સૌથી વધુ એન્ટિબાયોટિક દવાનો ઉપયોગ થયો છે. હવે ઘાતકી સાબિત થઈ રહ્યો છે. વધુ પડતા એન્ટિબાયોટિકના ઉપયોવને કારણે જ કોવિડ કટોકટીએ આફતને હાઈપરડ્રાઇવમાં મૂકી દીધી છે.
કોરોનાની પ્રથમ તરંગની સરખામણીએ બીજી તરંગમાં વધુ દર્દીઓ વાયરસનો ભોગ બન્યા છે. હોસ્પિટલોમાં આરોગ્ય સેવાની ઘટ ઉભી થતા મોટું જોખમ ઉભું થયું હતું. પ્રથમ લહેરમાં જે દર્દીઓ દાખલ થયા હતા એ દર્દીઓમાં પણ બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેકશન જોવા મળ્યું છે જો કે આ આંકડો હજુ નાનો છે પરંતુ એક ખતરાની ઘંટડી સમાન છે.
હજુ કોરોના સામે પૂરતી અને સો ટકા સચોટ દવા ન શોધાતા અસરકારક સારવારની અછત વચ્ચે દર્દીઓના જીવન બચાવવા માટે લડતા ડોક્ટરો તેમની પાસે રહેલી દવાઓનો ઉપયોગ કરવા તરફ વળ્યા છે. કોરોના સામેની સારવારમાં ભારતમાં એન્ટીબાયોટીક્સનો ઉપયોગ થઈ રહ્યો છે જ્યારે અન્ય દેશોમાં થતો નથી.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના દિશા નિર્દેશ પ્રમાણે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ જાણી આશ્ચર્ય જરૂરથી થશે. કારણકે આ એન્ટિબાયોટિક્સ પહેલાથી જ ભયાનક એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ સ્તરની આગમાં એક બળતણ તરીકે ઉમેરવામાં આવે છે. ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના માઇક્રોબાયોલોજીસ્ટ કામિની વાલિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે સૌથી મુશ્કેલ સારવારના કેસો માટે જ એન્ટિબાયોટિક્સ અનામત રાખવાની ભલામણ છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના એક નવા અભ્યાસના તારણમાં એન્ટિબાયોટિકના ઉપયોગ સામે ચેતવણી આપતા જણાવ્યું છે કે કોરોનાએ એન્ટિબાયોટિક સામે રોગ પ્રતિકારક શક્તિ પર 10 હોસ્પિટલના દર્દીઓ પર કરવામાં આવ્યો. આ સર્વેમાં એન્ટિબાયોટિકની અસર નહિવત હોવાનું બહાર આવ્યું છે. કોરોના સામેની સારવાર માટે વાપરવામાં આવતા એન્ટીબાયોટિક અને સ્ટીરોઇડ આડઅસરના કેસ સામે આવ્યા છે.
આડેધડ દવા અને સ્ટેરોઇડ્સની આડઅસરથી ફંગસની સમસ્યા સામે આવી છે. હવે તબીબોને એવા તારણ મળી રહ્યા છે કે covid 19ના વાયરસએ એન્ટિબાયોટિક સામે પણ પ્રતિકાર ક્ષમતા વિકસાવી લીધી છે. આથી આની અસર પણ થશે નહીં.