લીંબડી મામલતદાર કચેરીમાં આધાર કાર્ડનું કામ છેલ્લા ઘણા દિવસોથી બંધ છે. આધાર કાર્ડ દરેક સરકારી કામોમાં અત્યંત જરૂરી બની ગયું છે ત્યારે આધાર કાર્ડમાં સુધારા તેમજ નવા આધાર કાર્ડ કઢાવવા માટે ગામડાઓમાંથી આવતાં તેમજ લીંબડીનાં સ્થાનિકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહયો છે. લીંબડી મામલતદાર કચેરીમાં ચાલતાં આધાર કાર્ડનું કામ એક જ કોમ્પ્યુટર પર ચાલતું હતું અને લોકોની લાઇનો લાગતી હતી પરંતુ અત્યારે ઘણા દિવસોથી એક પણ કોમ્પ્યુટર પર કામ ચાલું નથી ખરેખર લીંબડી તથા લીંબડીની આજુબાજુનાં ગામડાઓમાં રહેતા લોકોને સુવિધા મળી રહે તે માટે ઓછામાં ઓછા બે કોમ્પ્યુટર પર આધાર કાર્ડનું કામ થવું જોઇએ પરંતુ લીંબડી તાલુકાની પ્રજાની ખબર સુધા તંત્ર ને નથી.
અને તેમને અસુવિધા અને મુશ્કેલીનાં સમયે તંત્ર પગલાં લેવાનાં બદલે બીજા તાલુકામાં કે જીલ્લા્માં આધાર કાર્ડ કઢાવવા કહેવામાં આવે છે. એક બાજું સરકાર ડીઝીટલ ઇન્ડીયા બનાવી રહી છે ત્યારે સામાન્ય પ્રજાને શું આ ડીઝીટલ ઇન્ડીયાથી કંઇ ફાયદો થયો ખરો? તેમને તો પોતાના કામો માટે વધુ મુશ્કેલી ભોગવવી પડે છે. આ બાબતે તંત્ર કયારે જાગશે તે જોવું રહયું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,