ગીર જંગલની દલખાણીયા રેન્જમાં ત્રણ અને રાજુલામાં એક સિંહના મૃતદેહો મળવાના સમાચાર દુ:ખદાયક અને દુર્ભાગ્યપૂર્ણ છે. કે કુલ અગિયાર સિંહો મરી ગયા છે. અને બાકીનાના શબ મળવાના બાકી છે. જો આ સાચુ હોય તો તે ભય પમાડના છે. અને હવે વખત આવી ગયો છે. કે સતાવાળાએ આ મોતના કારણો શોધે અને ગુન્હેગારો પર કામ ચલાવે રાજય સભા સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડના ગ્રુપ પ્રેસીડેન્ટ પરિમલ નથવાણીએ સિંહોના મૃત્યુ અંગે ચિંતા વ્યકત કરી રોષ પ્રકટ કર્યો હતો.
નથવાણી ખુદ એક અનન્ય વન્ય જીવ પ્રેમી છે. અને તેમણે ગીરલાયન: પ્રાઈડ ઓફ ગુજરાત નામનું દળદાર પુસ્તક પણ તાજેતરમાં પ્રકાશિત કર્યું છે.તેમણે કહ્યું કે જો સિંહોને ઝેર આપીને કે વીજળીના ઝટકાથી મારી નાખવામા આવ્યા હોય તો આવી ઘટનાઓની સંખ્યા અને પ્રમાણ ભયજનક સ્તરે પહોચે તેપહેલા તેને સખત હાથે અટકાવવી જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે ભૂતકાળની જેમ જો શિકારીઓની ટોળકીનો આમાં હાથ હોય તો આવી ટોળકીઓને ખૂલ્લી પાડી તેમની ઉપર સખત હાથે કામ ચલાવવું જોઈએ ગીરના એશિયાટીક સિંહો દુર્લભ અને મૂલ્યવાન છે તેમના અકુદરતી મોતને કદાપિ સહન કરી શકાય નહિ. તેમ તેમણે ઉમેર્યું હતુ.
ઉલ્લેખનીય છે કે તાજેતરના ભૂતકાળમાં નથવાણીએ ગીરના સિંહોના ખૂલ્લા ત્યજી દેવાયેલા કૂવાઓમાં પડી જવાને લીધે થતા અકસ્માત મોત રાકેવા માટે ખૂલ્લા કૂવાઓ ઉપર પળા બાંધી આપવાના કાર્યમાં પહેલ કરી હતી. એટલું જ નહી તેમણે ગીરમાં રેલવેના પાટા ઉપર થતા સિંહોના મોત અટકાવવા માટે વાડ બાંધવા કે અન્ડરપાસ તૈયાર કરવાની દરખાસ્ત પણ કરી હતી.
નથવાણીએ કહ્યું કે તમામ વન્યજીવ પ્રેમીઓએ ભેગા મળી આ કિંમતી પ્રાણીઓનાં અકુદરતી મોતની વિધ્ધ અવાજ ઉઠાવવો જોઈએ તેમણે રાજયના વન મંત્રી અને સંબધ્ધ અધિકારીઓને આ ઘટનાઓની યુધ્ધના ધોરણે તપાસ કરી સખત પગલા લેવા માટે પત્રો લખ્યા છે.