શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ અને જીનિયસ સ્કૂલના વિઘાર્થીઓ શહેરના જાહેર સ્થળોએ શેરી નાટકો, નૃત્ય અને ગાયન દ્વારા કોરોના સંદર્ભે જગરૂક કરશે 

સમગ્ર રાજયની સાથે રાજકોટમાં વધતા કોરોના સંક્રમણને રોકવા લોકોને જાગરુક કરવા ખુબ આવશ્યક છે. એ બાબતને સમજી રાજકોટની પ્રતિષ્ઠિત સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ (જૠઈંજ) અને જીનિયસ સ્કૂલના વિદ્યાર્થીઓના પ્રયાસોથી રાજકોટ શહેરના જાહેર સ્થળો અને મોલ્સમાં શેરી નાટકો, ગીતો અને નૃત્યો દ્વારા લોકોને માસ્ક પહેરવા, સેનેટાઇઝરનો ઉપયોગ કરવા, ફિઝીકલ ડિસ્ટન્સ જાળવવા અને ખાસ વેકસિન લેવા માટે લોકોને જાગરુક અને પ્રોત્સાહિત કરશે. આ માટે તા. 07 એપ્રિલ, બુધવારને સવારે 6:30 કલાકે રેસકોર્ષ બહુમાળી ભવન ચોકથી કાર્યક્રમની શરુઆત કરવામાં આવશે. ત્યારબાદ આ કાર્યક્રમો શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાશે.

આ અંગે વધુ વિગત આપતા જૠઈંજ ના એડવાઇઝર શ્રીકાંત તન્નાએ જણાવ્યું હતુ કે હાલમાં શહેરમાં કોરોનાની પરિસ્થિતી અત્યંત ભયજનક છે, જેને રોકવા આપણે સૌએ સાથે મળીને પ્રયત્નો કરવાના છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જૠઈંજ અને જીનિયસ ગ્રુપ દ્વારા એક અનોખી પહેલ થવા જઈ રહી છે, જેમાં આ બન્ને શાળાના વિદ્યાર્થીઓ શહેરના નગરજનોને માસ્ક પહેરવા, સેનેટાઇઝરનો ઉપયોગ કરવા, ફિઝીકલ ડિસ્ટન્સ જાળવવા અને ખાસ વેકસિન લેવા માટે જાગૃત કરવા શેરી નાટકો, અવેરનેસ ડાન્સ અને ગીતો રજૂ કરશે. તેઓ શહેરના જાહેર સ્થળો જેવા કે રેસકોર્ષ, કાલાવાડ રોડ, મવડી સર્કલ, કેકેવી સર્કલ, મોલ્સ, બજારો વગેરે સ્થળ પર લોકોમાં જાગરુકતા લાવવા વિવિધ રજૂઆતો કરશે. જેની શરુઆત તા. 7 એપ્રિલને બુધવારે સવારે 6:30 કલાકે બહુમાળી ભવન ચોક ખાતે કરવામાં આવશે. સ્ટોપ ધ સ્પ્રેડ રાજકોટ  આ હેશ ટેગનો ઉપયોગ કરીને લોકો માસ્ક પહેરેલો પોતાના ફોટોને સોશિયલ મિડીયાના માધ્યમથી શેર કરીને લોકોમાં જાગૃકતા ફેલાવીને માસ્ક પહેરવા માટે અનુરોધ કરી શકે છે.

બુધવારના રોજ યોજાનાર આ સ્ટ્રીટ પર્ફોર્મન્સ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આરએમસી કમિશ્નર  ઉદિત અગ્રવાલ , મેયર ડો.પ્રદિપભાઈ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  પુષ્કરભાઈ પટેલ અને ડેપ્યુટી મ્યુ. કમિશ્નર ચેતનભાઈ નંદાણી સહીતના મહાનુભાવો સ્થળ પર હાજર રહી બાળકોનો જુસ્સો વધારશે. સ્ટ્રીટ પર્ફોર્મન્સમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આરએમસી  કમિશ્નર  ઉદિત અગ્રવાલ  દ્વાર અભિનંદન આપી વધાવવામાં આવ્યા છે. આ સમગ્ર અભિયાનની સફળતા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંતો અને શાળાના સંચાલકો, જીનિયસ ગ્રુપના ચેરમેન  ડી. વી. મહેતા, જૠઈંજ ના એડવાઇઝર શ્રીકાંત તન્ના અને એડમીન હેડ હરેશભાઇ ખોખાણીના માર્ગદર્શનમાં બન્ને સ્કૂલના શિક્ષકો, અને કર્મચારીઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.