ટેક્નિકલ ખામીને કારણે મોરબી સહીતના નવા રચાયેલા જિલ્લામાં મોટી સમસ્યા
છેલ્લા એક મહિનાથી મોરબી જિલ્લા માં નવા વાહન ખરીદનાર ૪૦૦૦ થી વધુ લોકો ને આરસી બુક આપવામાં ન આવતા રોજે રોજ આરટીઓ કચેરી માં અરજદારો ધક્કા ખાઈ હંગામો મચાવતા હોય દેકારો બોલી ગયો છે.
જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા એક માસ કરતા વધુ સમય થી મોરબીની આરટીઓ કચેરી દ્વારા નવા વાહન ખરીદ કરનાર લોકો ને આરસી બુક આપવામાં આવી નહોવા થી રોજે રોજ આરટીઓ કચેરીમાં આરજદારોની લાઈનો જોવા મળી રહી છે.વાહન નું પાસિંગ થયા બાદ સામાન્ય રીતે આઠ થી પંદર દિવસમાં આરસી બુક મળતી હતી પરંતુ એક મહિના થી આરસી બુક આપવાનું બંધ થતા અંદાજે ૪૦૦૦ થી વધુ લોકો મુશ્કેલી માં મુકાયા છે.
બીજી તરફ હાલમાં મોરબી પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરતી હોય આરસી બુક વગર અનેક વાહનચાલકો વિના કારણે દંડાય રહ્યા છે ઉલ્લેનિય છે કે કેટલાક કિસ્સામાં તો ટેક્નિકલ કારણોસર છેલ્લા છ માસ થી લઇ એક વાર સુધી આરસી બુક ન મળી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
મોરબી જિલ્લા ભાજપ ઇન્ચાર્જ વિજયભાઈ લોખીલ પણ છેલ્લા છએક માસથી આરસી બુકને લઈને પરેશાન થયા છે તેમના જણાવ્યા મુજબ તેઓના વાહન માં નંબર પ્લેટ આવી ગયા બાદ પણ હજુ આરસી બુક મળી નથી પરિણામ સ્વરૂપ મુશ્કેલી પડતી હોવાનું તેમને ઉમેર્યું હતું.ઉલ્લેખનીય છે કે મોરબી સહીત ના નવા રચાયેલા જિલ્લામાજ આ સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે
૪૦૦૦ આરસી બુક બાકી આરટીઓ વ્યાસની કબુલાત
મોરબી જિલ્લામાં નવા વાહન ખરીદનાર લોકોને આરસી બુક મળવામાં પડતી મુશ્કેલી અંગે આરટીઓ વ્યાસે જણાવ્યું હતુંકે ટેક્નિકલ કારણોસર લોકોને આરસી બુક મળવામાં તકલીફ પડી રહી છે, હાલ માં ૪૦૦૦ જેટલા વાહન ધારકો ને આરસી બુક આપવાની બાકી છે.ટૂંક સમય માંજ આ સમસ્યાનું નિરાંકરણ થઇ જશે તેમ જણાવી આ બાબતે વાહન વ્યવહાર કમિશ્નરશ્રી ગાંધીનગર નું પણ ધ્યાન દોરવામાં આવ્યું હોવાનું તેમને જણાવ્યું હતું.