સુપ્રીમ કોર્ટમાં પ્રદુષણ રોકવા સંદર્ભે થયેલી અરજી સંદર્ભે કેન્દ્રનો જવાબ
પર્યાવરણમાં પ્રદુષણ ઓકતા વાહનો મામલે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી સંદર્ભે કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, ૧ એપ્રિલ ૨૦૨૦થી દેશમાં નોન BS-6 થી નીચેના વાહનોનું ઉત્પાદન અને વેચાણ નહીં થઈ શકે.
સુપ્રીમ કોર્ટમાં પર્યાવરણ પ્રદુષણ મામલે થયેલી રીટ પીટીશન બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, ૧લી એપ્રિલ ૨૦૨૦થી દેશમાં એવા વાહનો જ વેચાણ અને ઉત્પાદન થઈ શકશે જે બીએસ-૬ના નિયમોનું પાલન કરતા હોય નોંધનીય છે કે ભારત સરકાર દ્વારા વાહનો દ્વારા થતું પ્રદુષણ રોકવા ભારત સ્ટેજ ઈમિશન સ્ટાન્ડર્ડ નામનો માપદંડ બનાવ્યો છે જે પ્રમાણે હાલમાં દેશમાં બીએસ-૪ના નિયમો અમલમાં છે.
પરંતુ જેમાં સરકારે ફેરબદલ કરી ૧ એપ્રિલ ૨૦૨૦થી દેશમાં ફકતને ફકત બીએસ-૬ના માપદંડો પર ખરા ઉતરતા વાહનોનું જ ઉત્પાદન અને વેચાણને મંજુરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૬માં ભારત સરકારે બીએસ-૫નો નિયમ પડતો મુકયો હતો. કારણકે બીએસ-૫નાં માપદંડોને પાળવા માટે ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીઝને મોટુ આર્થિક રોકાણ કરવુ પડે તેમ હોવાથી સરકારે રાહત આપી હતી.
જોકે કયા વાહનો બીએસ-૬નાં નિયમોનું પાલન કરે છે ? તેને કેવી રીતે ઓળખી શકાશે તે અંગે સરકાર સુપ્રીમ કોર્ટમાં કોઈ સ્પષ્ટતા કરી ન શકતા સુપ્રીમ કોર્ટ દ્વારા આવા વાહનોની નંબર પ્લેટ અલગ કલરની રાખવા પણ સુચન કરવામાં આવ્યું છે. આ મામલે અદાલતનાં સહાયક વકીલ અપરાજીનાસિંહે હવાના પ્રદુષણ હેઠળ દિલ્હીનો મુદો કોર્ટ સમક્ષ ઉઠાવી ખરાબ પર્યાવરણને કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા હોવાનું પણ જણાવ્યું હતું.