અબતક, રાજકોટ
જાહેરમાં સમાજ અને ઈબાદત અંગે છેલ્લા કેટલાક સમયથી હરિયાણામાં ચાલતા વિવાદ અંગે સૌપ્રથમ વાર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું હતું કે જાહેરમાં નમાજ પઢવા ની પ્રથા કોઈપણ સંજોગોમાં ચલાવી ન શકાય ,જોકે તેમણે જણાવ્યું હતું કે આવા મુદ્દાનો સકારાત્મક રીતે ઉકેલ પણ આવવો જોઈએ
ગોરેગાંવમાં છેલ્લા બે મહિના થી જાહેરમાં નમાજ પડવા ના મુદ્દે દેખાવો થઈ રહ્યા છે ગોરેગાંવ મેટ્રો પોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી ની બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે “યે નમાજ પઢને કી પ્રથા એ જો ખુલે મે હુઈ હૈ ,યે કભી સહન નહીં કી જાયેગી લેકિન ઇસ મેં સે સાથ બેઠ કર કે કોઈ હલ હી નીકાલા જાયેગા”
મુખ્યમંત્રી ખટ્ટરનું આ નિવેદન એવા સમયે આવ્યો છે જ્યારે દેશના કેટલાક વિસ્તારોમાં જાહેરમાં નમાજ પઢવાની સમસ્યાઓ નો પ્રશ્ન પેચીદો બનતો જાય છે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધાર્મિક પૂજા બંદગી કે નમાજ રસ્તા પર કરવામાં આવે ત્યારે કોઈને વાંધો ન હોય પરંતુ આ માટે બનાવેલા ધર્મસ્થળોમાં લોકોને પૂજા પ્રાર્થના બંદગી કે નમાજ અદા કરવા જવું જોઈએ, જાહેરમાં ધાર્મિક વિધિઓ ન કરવી જોઈએ હરિયાણામાં નમાજ માટેની જગ્યાઓ આપવા માટે સરકાર દ્વારા સમિતિની રચના કરવામાં આવી છે.
આ સમસ્યાનો કોઈ યોગ્ય ઉકેલ લાવવો જોઈએ તેમ જણાવી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગોરેગાંવ મુસ્લિમ કાઉન્સિલના સભ્યોએ ઈબાદત માટેની જગ્યાની માંગણી કરી છે પહેલીવાર મુખ્યમંત્રીએ પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નમાજ મસ્જિદમાં જ થવી જોઈએ, તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકોએ નમાજ માટેની જગ્યાઓ ની માંગણી કરી છે તે ખાનગી અથવા તો વકફ બોર્ડ હસ્તકની છે તે કેમ આપી શકાય? કોઈપણ સંજોગોમાં કોઈના પણ અધિકારો નું હનન ન કરી શકાય ગોરેગાંવમાં દર શુક્રવારે જાહેર માં નમાજ પડવા ના મુદ્દે દેખાવ થાય છે ત્યારે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કરી દીધું છે કે જાહેરમાંનમાઝ પડવાની પ્રથા બંધ કરવી જોઈએ