ઓપરેટરોને રી-ટ્રેનીંગ આપવાની હોવાના કારણે એક દિવસ માટે કામગીરી બંધ રાખવાનો નિર્ણય
રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરીમાં હાલ આધારકાર્ડની નોંધણીનાં કેન્દ્રો કાર્યરત છે. આધારનાં ઓપરેટરોને રી-ટ્રેનીંગ/ તાલીમ આપવાની હોવાનાં કારણે આવતીકાલે શુક્રવારનાં રોજ ત્રણેય ઝોનમાં આધારની કામગીરી એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારથી નિયમિત ત્રણેય ઝોનમાં આધારકાર્ડની કામગીરી ચાલુ રહેશે.
ઢેબર રોડ પર આવેલી કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી, ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી વેસ્ટ ઝોન કચેરી અને ભાવનગર રોડ પર આવેલી ઈસ્ટ ઝોન કચેરીમાં આધારકાર્ડ નોંધણી કેન્દ્રો કાર્યરત છે. યુઆઈડીએઆઈ તરફથી આધાર કેન્દ્ર ખાતે કામગીરી કરતાં ઓપરેટરોને રી-ટ્રેનીંગ તથા તાલીમ આપવાનાં હોવાનાં કારણે કાલે તા.૧૯ને શુક્રવારનાં રોજ ત્રણેય ઝોનનાં સિવીક સેન્ટર ખાતે આધારની કામગીરી બંધ રાખવામાં આવશે. દરમિયાન શનિવારથી તમામ સ્થળોએ સવારે ૧૦:૩૦ થી ૨ અને બપોરે ૨:૩૦ થી સાંજનાં ૬:૦૦ વાગ્યા સુધી આધારની કામગીરી ચાલુ રહેશે.