કમિશન એજન્ટો આગામી દિવસોમાં ગૃહમંત્રીને મળી કડક કાયદા અંગે રજૂઆત કરશે
સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખ પદે ફરી અતુલ કમાણીની વરણી: ઉપપ્રમુખ પદે યોગેશ કિયાડા અને સલાહકાર સભ્ય તરીકે રમેશ ગોંડલીયાની નિયૂક્તી
સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી અતુલભાઇ કમાણીની નિયૂક્તી કરવામાં આવી છે. શ્રી સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી અસોસિશન- રાજકોટની એક જનરલ મિટિંગનું આયોજન ગોંડલ ખાતે કરવામાં આવ્યું હતું.
ચોરીનો માલ વેચવા આવતા લોકો માટે શું શું થઈ શકે? એની વિગતવાર માહિતી તેમજ આપણા પરસેવા ના પૈસા લઈ ને ભાગી જતા લુખ્ખા લોકો ને કાયદા ની હદ માં રહી ને કેમ સબક સિખવાડવો તેમજ બીજા ઘણા બધા પ્રશ્નો ની ખૂબ જ ઊંડાણ પૂર્વક ચર્ચા એડવોકેટ રમણભાઈ બાબરીયા ને સાથે રાખી ને કરેલ છે તેમજ હવે તેમાં કાનૂની રાહે સરકારના પ્રતિનિધિઓને સાથે બેસી ને જે કંઈ ઘટતું હોય તે કરી ને ચોરાઉ માલના વેંચાણ વખતે ઓછામાં ઓછી કનગડત થાય અને એનો સરળ રસ્તો મળે એની રજૂઆત ની કાર્યવાહી કરવાનું નક્કી કરેલ છે.
સૌરાષ્ટ્ર ભર માંથી દરેક માર્કેટીંગ યાર્ડમાં થી પોતાના યાર્ડ ના પ્રમુખ ઉપપ્રમુખ અને હોદ્દેદારો હાજર રહી આ વિષય ઉપર ઘણી ચર્ચા કરવામાં આવી હતી અને આ પ્રશ્ન ને સરકાર માં રજૂઆત કરી ને માર્કેટ યાર્ડ ના વેપારીઓ ને આમાંથી છુટકારો આપવામાં આવે એવું સરકાર સાથે બેસી ને નિર્ણય કરવા માં આવે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
આ મિટિંગ નો મુખ્ય એજન્ડા એ હતો કે કોઈપણ યાર્ડ માંથી કે ગોડાઉન માંથી માલ ની ચોરી થાય અને અન્ય માર્કેટ યાર્ડ માં વેચાય ત્યારે ચોર ને પકડવામાં આવે અને ચોર એમ કહે કે આ માલ નું વેચાણ આ યાર્ડમાં થયેલ છે ત્યારે પોલીસ દ્વારા તેને મુદ્દામાલ હાજર કરવાનું કહેવામાં આવે છે પણ માલ નું વેચાણ થાય ત્યારે તેનું પેમેન્ટ તો જે માલિક બની ને આવ્યો હોઈ તે રોકડ સ્વરૂપે આપી દીધેલ હોઈ છે એટલે કમિશન એજન્ટ ને બંને બાજુ થી ભોગવવાનો વારો આવે છે આવા બનાવ દરેક માર્કેટ યાર્ડમાં અવારનવાર બનતા હોઈ છે અને ભોગ વેપારીઓ બને છે.
શ્રી સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી અસોસિએશન- રાજકોટના તમામ પદ ઉપર ફરીથી નિમણૂકો કરવામાં આવી જેમાં પ્રમુખ પદે અતુલભાઈ કમાણી (રાજકોટ યાર્ડ), ઉપપ્રમુખ પદે યોગેશભાઇ કિયાડા (ગોંડલ યાર્ડ), સલાહકાર સભ્ય તરીકે રમેશભાઇ ગોંડલિયા (રાજકોટ યાર્ડ) અને હેમંતભાઇ (અમરેલી યાર્ડ), મંત્રી તરીકે અમિતભાઇ બારસિયાની નિયૂક્તી કરાય હતી. 26 યાર્ડમાંથી પ્રતિધીનીઓ હાજર રહેલ તે તમામ યાર્ડના એક-એક સભ્યને કારોબારી સમિતીમાં સમાવેશ કરવામાં આવેલ છે.