વંથલીમાં કોંગ્રેસે મામલદારને આપ્યું આવેદન

વંથલી કોંગ્રેસ મામલદારને આવેદનપત્ર આપી પેટોલ ડીઝલના ભાવ વધારાને રોકવા ગરીબોના બેંક ખાતામાં દર મહીને ૧૦ હજાર જમા કરવાવા માગણી કરી છે.

વંથલી શહેર કોંગ્રેસ દ્વારા સતત વધતી જતી મોંઘવારી તથા રાંધણગેસ, પેટ્રોલ તથાડીઝલના ભાવોને અંકુશમાં લેવાની માગણી સાથે વંથલી મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને સંબોધેલ આવેદનપત્ર અપાયા છે. આવેદનમાં જણાવેલ કે હાલમાં કોરાના વાયરસની મહામારીમાં લોક ડાઉન ના લીધે ધંધા રોજગાર,મજુરી વિગેરે કામધંધા બંધ હોવાના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય જનતા માટે તેઓનુ ગુજરાન ચલાવવું અસહ્ય થઇ રહ્યુ છે આવી વિકટ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા કોઈ રાહત આપવામાં આવી નથી ઉપર થી રોજીંદા વ્યવહારમાં આવતી આવશ્યક ચીજવસ્તુઓ

રાંધણગેસ પેટ્રોલ, ડીઝલ તથા અન્ય ચિજવસ્તુઓ ના ભાવો સરકાર ના વધતા ટેક્ષોના લીધે દિવસે દિવસે સતત વધી રહ્યા છે જેથી ગરીબ અને મધ્યમવર્ગીય જનતા પર આવી સ્થિતિમાં પડ્યા પર પાટા સમાન બની છે. જનતા જનાર્દને હાલ પુરતા પેટ્રોલના ડિઝલ સરકારી ટેક્ષો નાબુદ કરી રાહતરૂપે દરેક ગરીબ અને મધ્યમવર્ગીય લોકો નાં બેંક ખાતામાં દર મહિને દશ હજાર જમા કરાવી તથા અતી ગરીબો ને ઓગસ્ટ મહિના સુધી રાંધણગેસના સિલિન્ડર મફત આપવામાં આવે તેવી માગણી કરી છે. આવેદનપત્ર આપતી વખતે વંથલી કોંગ્રેસના અગ્રણીઓ ઈરફાનશાહ સોહરવર્દી, સીરાઝ વાજા,અદનાન ડામર,મયુર ટીલવા,ઇમરાન સોખડા સહિત નાં કાર્યકરો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.