સુપ્રીમ કોર્ટએ નિર્દેશ આપ્યો છે કે કોવીડ-૧૯ રોગચાળા દરમિયાન અનાથ થયેલા બાળકોને ગેરકાયદેસર રીતે દત્તક લેનારા બિન-સરકારી સંગઠનો અને વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

રાજ્ય સરકારો તાત્કાલિક મામલામાં પગલાં ભરે: સુપ્રીમનો આદેશ

કોરોના મહામારીમાં ઘણા પરિવારો અનાથ થઈ ગયા છે. બાળકોને આની સૌથી મોટી અસર સહન કરવી પડશે, કારણ કે માતા-પિતાનો પડછાયો તેમના માથા પરથી ઉતરી ગયો છે. બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપાયેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં સૌથી વધુ બાળકો અનાથ છે, જ્યારે ઉત્તરપ્રદેશ બીજા નંબર પર છે. સુપ્રીમ કોર્ટે અનાથ થયેલા બાળકોના રક્ષણ અંગે રાજ્ય સરકારોને મહત્વના નિર્દેશો આપ્યા છે.

વિડીયોકોન ૩ હજાર કરોડમાં વેંચાયું: હસ્તગત કરવા અનિલ અગ્રવાલની ટ્વિન સ્ટારને મંજૂરી

ગેરકાયદેસર રીતે દત્તક લેનારા સામે કાર્યવાહી કરો

સુપ્રીમ કોર્ટએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે કોવીડ-૧૯ રોગચાળા દરમિયાન અનાથ થયેલા બાળકોને ગેરકાયદેસર રીતે દત્તક લેનારા બિન-સરકારી સંગઠનો અને વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે તેઓ આવા બાળકોની શોધખોળ અને ઓળખ કરવાનું ચાલુ રાખે કે જેઓ અનાથ બની ગયા છે અથવા ગયા વર્ષે માર્ચ પછી મહામારીને કારણે તેમના માતાપિતા ગુમાવ્યા છે અને તેમના ડેટાને એનસીપીસીઆર વેબસાઇટ પર અપડેટ કરે છે.

દત્તક લેવા માટે સીએઆરએની મધ્યસ્થતા જરૂરી

સુપ્રીમ કોર્ટએ અનાથ થઇ ગયેલા અથવા તેમના માતા અથવા પિતા ગુમાવ્યા હોય તેવા બાળકોની સંભાળ અને સુરક્ષા માટે ઘણા દિશાનિર્દેશો પણ આપ્યાં છે. કોર્ટે જણાવ્યું હતું કે અનાથ બાળકોને દત્તક લેવાનું આમંત્રણ કાયદાની વિરુદ્ધ છે, કારણ કે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીની મધ્યસ્થતા વિના કોઈને પણ દત્તક લેવાની મંજૂરી આપી શકાતી નથી.

અનાથ બાળકોને હકના તમામ લાભો આપવા ટકોર

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલ.એન.રાવ અને જસ્ટિસ અનિરુધ્ધ બોઝની ખંડપીઠે જણાવ્યું હતું કે કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ,૨૦૧૫ ની જોગવાઈઓ અને કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની હાલની યોજનાઓનો વ્યાપક પ્રચાર કરવો જોઇએ, જેનાથી અસરગ્રસ્ત બાળકોને તેનો વધુમાં વધુ લાભ મળે.

બાળ કલ્યાણ સમિતિને કાર્યવાહી કરવા આદેશ

સુપ્રીમ કોર્ટએ કહ્યું કે બાળ કલ્યાણ સમિતિ સુનિશ્ચિત કરે કે અનાથ થયેલા બાળકોને તે તમામ નાણાકીય લાભ મળે કે જેના માટે તે હકદાર છે. તેમને કોઈ પણ પ્રકારના વિલંબ કર્યા વિના લાભ પૂરા પાડવામાં આવે અને જે લોકો ગેરકાયદેસર રીતે બાળકો દત્તક લેવામાં સામેલ છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.