મંદિરના ગેઈટ નં-૨ને તાળા મારી દેવાતા ૫૦૦ વેપારીઓની રોજગારી પર ખતરો: પ્રશ્ર્ન નહીં ઉકેલાયતો ચૂંટણીના બહિષ્કારની ચિમકી
દેવભૂમિ દ્વારકામાં સુરક્ષાના નામે પોલીસ તંત્ર દ્વારા જગત મંદિરના ગેઈટ નં-૨ પર આઠ માસી તાળા મારી દેવામાં આવતા ૫૦૦ી વધુ વેપારીઓની રોજગારી છીનવાય છે હવે વેપારી એસોસિએશને આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી ન્યૂ વેપારી એસો.ના પ્રમુખ અનિલ લાલ, ઉપપ્રમુખ નિલેષ બીયા તા અધ્યક્ષ રાજેશ દવે તા અન્ય હોદ્દેદારોએ જણાવેલુ કે એક પછી એક એમ બે ગેઈટ બંધ તાં મહાજન બજારી મંદિર ચોક સુધીના જૂના મંદિર માર્ગ તરીકે ઓળખાતા રસ્તામાં યાત્રીકોનો પ્રવાહમાં સતત ઘટાડો નોંધાયો છે જેના કારણે ૫૦૦ જેટલા વ્યાપારીઓની રોજગારી ઉપર માઠી અસર પડી છે. આ અંગે તૂર્તમાં કોઈ પગલાં નહીં લેવાય તો રજૂઆત બાદ વેપારી રેલી, સપરિવાર રેલી તા આંદોલનની કામગીરી પણ કરીશું. રોજીરોટી છીનવાનો ભય ઉભો તાં પ્રશ્ર્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ૫૦૦ વેપારી પરિવારો ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાના મુડમાં હોવાનું તેમની મુલાકાતમાં જણાવ્યું હતું.
ન્યૂ વેપારી એસો. દ્વારા તાજેતરમાં રાજયના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને આ મુદ્દે વિસ્તૃત રજૂઆત કરતાં જણાવેલ કે જે જગત મંદિરી ોડે અંતરે આવેલા પરિસરના દરવાજાને સુરક્ષા મુદ્દે બંધ કરી દેવાયા છે પરંતુ મંદિરમાં પ્રવેશવાના બે મુખ્ય દ્વાર સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર સિવાયના મંદિરની સીધા સ્પર્શતા બે અન્ય માર્ગો શારદામઠ તા ભંડારવાળા રસ્તાનો છાશવારે દુરઉપયોગ તો હોવાના બનાવો સતત અવિરતપણે લાગવગ ધરાવતા લોકો દ્વારા બનતા હોવા છતાં સુરક્ષા મુદ્દે અત્યંત ગંભીર બાબત હોવા છતાં આ બધુ કોના ઈશારે ચલાવી લેવામાં આવે છે અને ગમે ત્યારે અઘટિત બનાવ બને તો તે બાબત કોની જવાબદારી ફીકસ શે તે અંગે કોઈ જવાબદાર અધિકારીઓનું સુચક મૌન ઘણું બધું સૂચવી જાય છે.
દ્વારકા પોલીસ સ્ટેશન પાસે વેપારી એસો.ના ઉપપ્રમુખ નિલેષ બીયા દ્વારા માંગવામાં આવેલ માહિતી અંગે મળેલ માહિતીમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જે મુજબ દ્વારકાધીશ મંદિર પરિસરનો ગેઈટ નં-૨ સુરક્ષા કોરણોસર બંધ કરવામાં આવ્યો છે. આ બાબતે કોઈ લેખીત આદેશ પોલીસ સ્ટેશનમાં ની. દ્વારકાના પી.આઈ. ઓડેદરા દ્વારા પુરી પાડેલ માહિતી મુજબ જે તે સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તા પોલીસ વડાની મુલાકાત વખતે મૌખિક સુચનાી આ ગેઈટ બંધ કરવામાં આવ્યો છે અને આ ગેઈટ કયારી બંધ કરવામાં આવ્યો છે તે પોલીસ રેકોર્ડમાંઉપલબ્ધ ની.
મંદિર પરિસર પાસે જ ટુ-વ્હીલર્સનું ગેરકાયદે પાર્કિંગ તા મંદિર આસપાસ ઘરમાં જ ગેરકાયદે ઉતારાતા યાત્રીકો સુરક્ષાની દ્રષ્ટિએ ખતરા‚પ છે. આ ઉપરાંત એક જ ગેઈટના વપરાશી ભીડભાડવાળા સમયે અનહોની બને તો ભગદડ મચી જવાની પણ સંભાવના હોય આ અંગે કોની જવાબદારી એ પણ વેપારી એસો. દ્વારા પુછવામાં આવ્યું છે.