રશિયાને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનાથી અનેકવિધ પ્રકારે આર્થિક સંક્રમણનો સામનો પણ સમગ્ર વિશ્વ દ્વારા કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં તે વાતની પણ સતત ભીતિ સેવાઈ રહી છે કે જો યુદ્ધ હજુ વધુ સમય સુધી ચાલશે તો વિશ્વની અર્થવ્યવસ્થા ડામાડોળ થઇ શકે છે આ તકે જે રીતે યુરોપિયન યુનિયન દ્વારા અને અમેરિકા દ્વારા રશિયા ઉપર છે આર્થિક નિયંત્રણો લાદવામાં આવ્યા છે તેને લઇ ભારતની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ હાલની પ્રવાહી પરિસ્થિતિને ધ્યાને લેતાં રશિયા સાથે વ્યાપાર વ્યવહારો બંધ કરવાનો નિર્ધાર કર્યો છે.

તરફ એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે જ્યારે રશિયા અને યુક્રેનની સ્થિતિમાં સુધારો આવશે ત્યારબાદ ફરી નાણાકીય વ્યવહારો યથાવતરીતે હાથ ધરાશે. બીજી તરફ એ વાત ઉપર પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે રશિયા અને ભારત સાથેના વ્યાપારો વર્ષો જૂના છે પરિણામે આગામી સમયમાં સ્થિતિ સુધરતાં જ ફરી નાણાકીય વ્યવહારો હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.