બાળકોના મોત માનવતાને લગતો પ્રશ્ર્ન: કોંગ્રેસના નેતાઓ અભ્યાસ વગર આંકડાઓ રજુ કરતા હોવાના પ્રહારો
રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક વર્ષમાં ૧ર૩પ બાળકોના મોત અને ડીસેમ્બર માસમાં જ ૧૩૪ બાળકોના મોત નિપજયાની ઘટતા સામે કોંગ્રેસે રાજય સરકાર સામે આકરા પ્રહારો કરી મુખ્યમંત્રી રાજીનામાની માંગણી કરી હતી. ત્યારે નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્ય વિગભાનો હવાલોે સંભાળતા નીતીનભાઇ પટેલે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસે કરેલા પ્રહારોને રાજનીતીમાં ખપાવવા પ્રયાસો કર્યાનું જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યા હતું કે બાળમૃત્યુ માનવતાને લગતો પ્રશ્ર્ન હોય તમામ રાજયોમાં આરોગ્ય વિભાગ દ્વારા માતા મૃત્યુ દર અને બાળમૃત્યુ દરના પ્રમાણમાં ધટાડો કરવા પ્રયત્નો કરી રહ્યા છે.
વધુમાં જણાવતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બાળમૃત્યુની ઘટનાને રાજનીતીમાં સમાવેશ ન કરવા અને કોંગ્રેસના મિત્રો કોઇ રાજકીય મુદ્દા તરીકે નહિ પરંતુ બાળ મૃત્યુ દર અટકાવવા અને જરુરી સુચનો આપી મદદરુપ થવા માટે જણાવ્યું હતું. સાથે મળીને બાળમૃત્યુ દર ઘટાડવા માટે સાથે મળીને કાર્ય કરીએ તેમ પણ જણાવ્યું હતું.
વધુમાં જણાવતા ડે. મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે દેશની સરખામણીમાં ગુજરાત રાજયનો બાળમૃત્યુ દર સતત ધટતો જણાઇ રહ્યો છે. આ માટે મેડીકલ સ્ટાફ, જરુરી તબીબો, પેરા મેડીકલ સ્ટાફ પુરો પાડી નવજાત શિશુને સારી સારવાર પુરી પાડવા પ્રયત્નો કરી રહ્યા છીએ.
વધુમાં કોંગ્રેસના નેચાઓ પર પ્રહાર કરતા નીતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે તમામ માહીતી સ્પષ્ટ પણે આપવા છતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, વિપક્ષ નેતા પરેશભાઇ ધાનાણી સહીતના નેતાઓ અને અગ્રણીઓ રાજકોટ સીવીલ હોસ્પિટલની કોઇપણ ગંભીરતા વગર મુલાકાત લઇ ફકત પિકનીક માટે ગયા હોય એ રીતે મુલાકાત લઇ માનવતાથી વિપ્રીત કૃત્ય કર્યુ છે. બાળકોની જીંદગી સાથે જોડાયેલો આ પ્રશ્ર્નને કોઇ રાજનીતી મુદ્દો બનાવી ધરણાઓ કરવાને બદલે સેવા ભાવી મુદ્દો સમજી મદદરુપ થઇ શકાય છે.
ગઇકાલે કોંગ્રેસના નેતાઓ છેલ્લી કક્ષાના રાજકારણ પર ઉતરી આવી ધરણાઓ પણ કર્યા હતા. ગુજરાતમાં જન્મ લેતા બાળકોમાં ૩૦ ટકા શિશુના મોત થાય છે. તે વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ અભ્યાસ કર્યા વગર કહ્યું હોવાનું પણ નીતીનભાઇ પટેલે ઉમેર્યુ હતું ૨૦૧૭માં રાજયમાં ૧૦૦૦ જન્મ લેતા બાળકો સામે ૩૦ બાળકો મૃત્યુ પામતા હતા. પરંતુ બે વર્ષમાં આરોગ્ય વિભાગની ઝુબેશ અને સતત કાર્ય દ્વારા એ આંકડો રપ થી નીચે લાવવા સુધીમાં આપણે સફળ થયા છીએ.
રાજસ્થાનમાં ચાલી રહેલા કોટાના પ્રશ્ર્નને લઇ કોંગ્રેસના નેતાઓએ રાજકોટ અને ગુજરાત સાથે જોડવાનો પ્રયત્ન કરી મીડીયાનું ઘ્યાન રાજસ્થાન પરથી ખસેડી ગુજરાત પર લાવા પ્રયત્નો કર્યા છે. ૩૦ ટકા બાળકો મૃત્યુ પામતા હોવાનું જણાવી વિપક્ષ નેતા પરેશભાઇ ધાનાણી પોતાની અજ્ઞાનતા રજુ કરે છે. અને પ્રજાને ગેરમાર્ગ પર દોરી ઉશ્કેરવાનો પ્રયાસ કરતા હોવાનું લાગી રહ્યું છે. કોઇપણ સુચનાથી કોંગ્રેસના નેતાઓએ જે નિવેદનો કર્યા છે તે તદ્દન અભ્યાસ વગરના છે.
બાળમૃત્યુ દર પર કાબુ મેળવવા આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવજાત શિશુઓને જરુરી પોષણ અને સારવાર મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં બાળમૃત્યુના મુદ્દાઓને ચલાવી કોંગ્રેસ રાજસ્થાન કોટાની ઘટના પર પડદા નાખવા પ્રયાસો કરી રહ્યા છે.