બાળકો પાસે કામ કરાવતા પ્રિન્સીપાલો સામે કડક કાર્યવાહીની માંગ સાથે એનએસયુઆઇએ શાશનાધિકારીને કરી રજુઆત
રાજકોટમાં આવેલી શાળામાં અવાર નવાર નાના બાળકો એટલે કે શાળાના વિઘાર્થીઓ પાસે અવાર નવાર મજુરી કામ કરવામાં આવે છે. શાળાઓ માત્ર વિઘાર્થીઓને ભણાવવા માટે પોતાના વાલીઓ મોકલતા હોય છે. જયારે શાળાના સ્ટાફ દ્વારા વિઘાર્થીઓ પાસે મજુરી કામ કરાવવામાં કિસ્સામાં વારંવાર આવે છે.
થોડા દિવસ પહેલા રાજકોટના કોઠારીયામાં આવેલી શાળામાં નાના વિઘાર્થીઓ પાસે ઇંટો ઉપાડવાનું કામ કરવામાં આવતું હતું અને તે વિડીયો પ્રેસ મીડીયાના માઘ્યમથી બહાર આવેલ હતો ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે નાના વિઘાર્થીઓ પાસે આવું મજુરી કામ કરાવું કેટલા હદે યોગ્ય છે? આ ઉપરાંત એક એવો જ કિસ્સો ગઇકાલે રાજકોટમાં આવેલી શાળા નંબર આઠમાં થયો છે કે જાનના બે નાના વિઘાર્થીઓ પાસે માળીયા ઉપર ચડાવીને સફાઇ કામ કરાવવામાં આવી રહ્યું છે. એવો વિડીયો સામે આવ્યો છે.
આ બાબતે ખુબ જ જોખમી કહેવાય છે આવા બનાવો અવાર નવાર બનતા રહે છે પરંતુ તેની સામે તંત્ર સાવ મૌન છે.જે સ્કુલોમાં એ પ્રકારની કામગીરી કરવામાં આવે તે ખુબ જ ગંભીર બાબત છે. ત્યારે આવી શાળાની પ્રિન્સીપાલો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઇ આવી ઘટના કરી પુનરાવર્તિત ન થાય તેવી એનએસયુઆઇ શાસનાધિકારીને રજુઆત કરી હતી.