દેશના વિરોધીઓની નિંદા કરીને તેઓને દેશપ્રેમી બનવા અનુરોધ કર્યો

દેશની રક્ષા કાજે અગ્નિપથ યોજના અંતર્ગત પોતાની પ્રતિક્રિયા આપતી ગીર સોમનાથની સિંગર અને અભિનેત્રી એવી કુમારી પ્રિતી એ અગ્નિપથ યોજનાઓનો દેશ વિરોધીઓ દ્વારા થઈ વિરોધની નિંદા કરી આવી પ્રવૃત્તિને વખોડવા લાયક ગણાવી દેશપ્રેમી બનવા અનુરોધ કરેલ છે.

આ અંગે વધુમાં ગીર સોમનાથ ની સિંગર અને અભિનેત્રી તેમજ માધવ એસ્ટેટ વેરાવળની પ્રોપ્રરાઉટર એવી કુમારી પ્રિતી દુલા એ વધુમાં જણાવેલ કે જે લોકો ચાલીશ વર્ષ સુધી ફિલ્ડ માર્શલ માણેકશાને ન મળેલ પગાર વિશે ચૂપ રહ્યા હતા, એમને હવે લશ્કરના પગાર અને પેન્શન ચિંતા થવા લાગી તે વાત દેશ માટે ચિંતા જગાડે છે, જો આ વાતની ચિંતા ખુદ 1933 મા ફિલ્ડ માર્શલ બનેલ માણેકશાને થઈ હોય તો કેટલું દુ:ખ થયું હોત. જેણે ઇન્દિરાજી નાં તાત્કાલિક હુમલો કરવાનાં ફરમાનને ન નકાર્યું હોત અને જો એણે પગાર પેનશનની ચિંતા કરી હોત તો એ સરકાર સામે ઝૂંકી ગયા હોત અને ભારત હારી ગયું હોત પણ પગાર પેન્શનની જગ્યા એ દેશપ્રેમ ને મહત્વ આપેલું હતું.

દેશ વિરોધીઓ કાલે તો એમ પણ કહેશે કે પરમવીર ચક્રના મેડલને સોનાનો કરો તો કોઈ વીરતા દાખવવાનો વિચાર કરશે એવા કટાક્ષ સાથે વિરોધીઓની સખ્ત શબ્દોમાં આ કુમારી પ્રિતી એ સખત શબ્દોમાં ઝાટકણી કાઢી વધુમાં કટાક્ષ કરતા જણાવેલ કે વિરત્વ અને વેપારમાં ઘણોજ ફરક હોય છે દેશભક્તિ અને દેશપ્રેમ જ મહત્વનો હોય છે, તે વાત નો ચિતાર આપતાં યાદ આપતાં જણાવેલ કે એ દિવસે પાકિસ્તાનમાં ઉતરેલા કેપ્ટન અભિનંદન ને કોઈ પાકિસ્તાની જનરલે કહ્યું હોત કે તને ભારત મા જે પગાર મળે છે, તેના ડબલ આપીશું અને નિવૃત્તિ પછી પેન્શનના લાભો ગ્રેજ્યુઇટી ના પુરા રૂપિયા આપીશું તે વખતે જો અભિનંદન એ વફાદારી બદલી હોત તો પાકિસ્તાની કેદમાં રહેલ અભિનંદન એ દેશની સિક્યોરિટી કરતા વધુ ચિંતા જોબ સિક્યુરિટીની કરી હોત તો આજે દેશ ની હાલત શું હોત.?

પેટ્રોલિંગ વખતે પાકિસ્તાની સૈનિકોના હાથમા ઝડપયેલા કેપ્ટન સૌરભ કાલીયાનું શરીર પાકિસ્તાન એ પાછુ આપ્યું પોસ્ટમોટમ રિપોર્ટ કહે છે કે એના શરીર પર સિગરેટ ના અગણિત ડામ હતા બંને કાનમાં સળિયા ખોસી કાનના પડદા ફાડી નાખ્યા હતા એની આંખો કાઢી લેવાઈ એ પેહલા જ ફોડી નખાઈ હતી તેમના તમામ દાંત તોડી નાખ્યા હતા એના શરીરના તમામ હાડકા ભાગી નાખ્યા હતા અને ખોપરી મા અસંખ્ય ફેક્ચર હતા એનું નાક કાપી નખાયું હતું અને બીજા અંગો પણ કાપી નાખ્યા હતા અને જન્નગો વાઢી નાખ્યા હતા છતાં એ જીવતો હતો એટલે તેને લમણે બંધુક મૂકી ગોળી મારી દેવાઈ હતી કેટલા પગાર માટે કેપ્ટન સૌરભ કાલીયાએ આ અમાનુશી જુલમ સહયો હતો કેટલા પેન્શન માટે સૌરભ કાલીયાએ પોતાની વફાદારી વેચી ન હોતી એ હતો દેશ પ્રેમ અને દેશ પ્રત્યેની પુરી નિષ્ઠા અને પ્રમાણિકતા માટે આ દેશ અમર થઈ ગયા જેથી આ દેશ નાં જવાનોના મોરલને ડાઉન કરવાના બદલે દેશ વિરોધીઓ ખરા અર્થમાં દેશ પ્રેમી બની ને આવા હીન પ્રયાસો કરવાને બદલે ખરા દેશ પ્રેમી બનવા ગીર સોમનાથ ની સિંગર અને અભિનેત્રી તેમજ માધવ એસ્ટેટ વેરાવળની પ્રોપરાઇટર એવી કુમારી પ્રિતીએ અપીલ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.