પથરી થયા પછી તેનું દર્દ કેવું હોય તે તો એ તો પથરીનો દર્દી જ બતાવી શકે! ભલભલાને રડાવી નાખતા પથરીના પથ્થરો જો શરીરમાં કિડની, મૂત્રાશય, મૂત્રનળી કે પિત્તાશયમાં જામ્યા હોય તો તે વ્યક્તિનું જીવવું દુષ્કર બની જાય છે. રખે ને કોઈને આ પરેશાની થાય.
તમને લાગે કે તમને પથરીની સમસ્યા છે કે તમારા સંબંધીને પથરીની તકલીફ છે તો તેમની માટે લાખો-લાખોના ખર્ચે ઓપરેશાન કરતા પહેલા આ આર્ટિકલમાં આપેલ ઘરેલું ઉપચાર ચોક્કસ અજમાવી લેજો. જે વ્યક્તિને આ ઉપચાર અનુકૂળ આવી જશે તેમને ઝડપથી પથરીની સમસ્યાથી છુટકારો મળી જશે.
આગળ જાણો પથરીને ચૂર-ચૂર કરવાના 13 આસાન ઘરેલુ ઉપાયો….
1-ડુંગળીના રસમાં ખાંડ મેળવીને શરબત બનાવો અને પથરીના દર્દીને પીવડાવો. આ રસ ખાલી પેટે જ પીવો. મૂત્રાશય વાટે પથરી નાના-નાના કણ રૂપે બહાર નિકળી જશે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે આ રસનું સેવન વધુ ન કરવું.
2-કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મળે છે. કળથીનો બીજો ઉપાય છે જેમાં કળથી 50 ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.
3-મૂળાના બી ચાર તોલા લઈ અર્ધો શેર પાણીમાં ઉકાળો, અરધુ પાણી બાકી રહે ત્યારે ઊતારીને તે પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.
4-ચાર ગ્રામ ગોખરુનું ચૂરણ મધમાં મેળવીને સવાર-બપોર-સાંજ ચાટવું અને એની ઉપર એકથી દોઢ કપ ઘેટીનું દૂધ પીવાથી એક સપ્તાહમાં પથરી તૂટી જાય છે. આ પ્રયોગ ફક્ત સાત દિવસ કરવાનો હોય છે.
5-પથરીના રોગમાં દર્દીને પપૈયાના થડની 20 ગ્રામ છાલને 200 ગ્રામ પાણીમાં લસોટી, વાટીને ગળી લો. દર્દીને જ્યારે જ્યારે તરસ લાગે ત્યારે આ પાણી આપો. આ પ્રયોગ સતત 21 દિવસ કરવાથી પથરી આપોઆપ ભાંગીને ભૂક્કો થઈ બહાર નિકળી જશે.
6-મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી, તેનું ભસ્મ બનાવી, ચાળીન આ ભસ્મ 1 ગ્રામ જેટલુ સવાર-સાંજ પાણી સાતે લેવાથી પથરીનું દર્દ અને પેશાબની અટકાયત દૂર થાય છે.
7-લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભા-ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે. ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને રોજ ઊભા-ઊભા સવારે 12 દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નિકળી જાય છે અને આરામ થાય છે.
8-ઘઉં અને ચણાને સાથે ઉકાળીને આ ઉકાળામાં ચપટી સૂરોખાર નાખી ઉકાળીને પીવાથી પથરી ભાંગીને ભૂક્કો થઈ જાય છે અને પેશાબ વાટે બહાર નિકળી જાય છે.
9- નારિયેળના પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે. રિંગણાનું શાક ખાવાથી પેશાબની છૂટ થાય છે. શરૂઆતની નાની પથરી ઓગળી જાય છે.
10- કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.
11-પાલકની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.
12-કાળી દ્રક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
13-દૂધીના બી પેશાબ સાફ લાવે છે અને પથરી તોડવામાં મદદ કરે છે.