• ધર્મ ઝનુનીઓ લોકોની લાગણી દુભાવી અરાજકતા ફેલાવી રહ્યા છે
  • પાંચ દિવસમાં સુરત, વડોદરા, ભુજ અને કચ્છમાં પથ્થરમારાની 5 ઘટનાઓ સામે આવતા ધર્મપ્રેમીઓમાં રોષનો માહોલ

કરોડો હિંદુઓની આસ્થાના પ્રતીક સમાન ગણપતિ બાપ્પાની પધારમણીનો અવસર એટલે કે ગણેશ મહોત્સવ. સમગ્ર દેશભરમાં બપ્પાની ભાવભેર ભક્તિ કરાઈ રહી છે. ત્યારે અમુક તત્વો હવનમાં હાડકા નાખવા સમાન કૃત્ય આચરી રહ્યા છે. હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાના ચોક્કસ ઉદેશ્ય સાથે ચોક્ક્સ ધર્મ ઝનુનીઓ પથ્થરમારા સહિતના કૃત્ય આચરી લાગણી દુભાવી રહ્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. સુરતના સૈયદપુરા વિસ્તારથી ગણેશ પંડાલ પર પથ્થરમારાથી શરૂ થયેલી ઘટના હવે રાજ્યના અનેક શહેરો સુધી પહોંચી જવા પામી છે. સુરત બાદ, વડોદરા, ભરૂચ, કચ્છના નખત્રાણા અને ત્યારબાદ માંડવીમાં પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. હાલ મામલામાં ગૃહ વિભાગના સીધા જ નિર્દેશ હેઠળ પોલીસ દ્વાર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સુરતના સૈયદપુરા વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે જ રાત્રીના સમયે વિધર્મીઓના ટોળાં દ્વારા સગીરોને દૂરથી બોલાવીને ગણેશ પંડાલ પર પથ્થરમારો કરાવવામાં આવ્યો હતો. જે મામલે ગૃહ રાજ્યમંત્રી સીધા જ સુરત દોડી ગયાં હતા અને સૂર્યોદય પૂર્વે જ તમામ ટીખળખોરોને ઝડપી પાંજરે પુરી દાખલારૂપ કાર્યવાહી થઇ હતી. આ ઘટનાથી બોધપાઠ લેવાની જગ્યાએ તોફાની તત્વોએ અન્ય સ્થળોએ પણ તોફાન કર્યાના અહેવાલ સામે આવ્યા છે.

ગઈકાલે એક જ દિવસમાં ભરૂચ અને કચ્છમાં બે સ્થળો એમ કુલ ત્રણ સ્થળો પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. જેમાં ભરૂચમાં 10 સપ્ટેમ્બરની મોડી રાત્રે એટલે કે 11 સપ્ટેમ્બરે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમનાં ટોળાં આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો. જો કે, પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જતા સ્થિતિ તુરંત જ કાબૂમાં લીધી હતી. આ મામલે પોલીસે 20 લોકોના નામ સહિત ટોળા સામે ફરિયાદ નોંધી 17ની ધરપકડ કરી લીધી છે. સ્થિતિ ફરી ન બગડે તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. સવારના સમયે સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ હાથ ધરાયું હતું. ભરૂચ પોલીસે લોકોને અફવા ન ફેલાવવા અપીલ કરી છે.

આ ઘટના બાદ કચ્છના નખત્રાણાના કોટડા જડોદરા ગામમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પણ સુરતની જેમ બાળકોનો ઉપયોગ કરીને શાંતિ ડહોળાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તોફાની તત્વોએ નજીકમાં આવેલા એક મંદિર પર અન્ય ધર્મનો ઝંડો પણ લગાવ્યો હતો.

કચ્છના નખત્રાણાના કોટડા જડોદરા ગામમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાની જાણ થતા જ પોલીસે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરીને મૂર્તિ ખંડિત કરનારા આઠ વ્યક્તિની અટકાયત કરી છે. જેમાં ચાર સગીરનો પણ સમાવેશ થાય છે. પોલીસે મૌલાના ગુલામ હુસેન જાફર, આસિફ સુમરા પઢિયાર, સાહિલ રમજાન મંધારા, હનીફ જુસન મંધારાની ધરપકડ કરવામાં આવી છે.

માંડવી પોર્ટ પર ગણપતિ વિસર્જન  વખતે પાર્ક કરાયેલી ગાડી ઉપર પથ્થરમારો

ગણેશ વિસર્જન માટે માંડવીના વિન્ડફાર્મ બીચ પર તેમજ માંડવી પોર્ટ મધ્યે કચ્છના ગામેગામથી ભક્તો આવી પોતાની શ્રદ્ધાને સંતોષી રહ્યા છે ત્યારે માંડવી પોર્ટ કમ્પાઉન્ડ મધ્યે ભુજથી આવેલા ભકતો પોતાની ફોર વ્હીલર કાર વેન્યુ, ઇનોવા વગેરે પાર્ક કરી ત્યાં પોર્ટની દીવાલ પાછળથી પથ્થરો આવવાથી ગાડી ઉપર જાણે પથ્થરમારો થયો હોય તેવો માહોલ સર્જાયો હતો. ગાડી માલિકોએ આ બનાવને ગંભીર ગણાવી પોલીસ તપાસ કરે અને આવું કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરી હતી. પોલીસે સ્થળ ઉપર આવી તપાસ કરી ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી ઉચ્ચારીને તપાસ આદરી હતી.

જડોદર ગામે બાપ્પાની મૂર્તિ ખંડિત કરી દેવાઈ

કચ્છની અજોડ કોમીએકતા વિખ્યાત છે ત્યારે આ ભાઇચારામાં પલીતો ચાંપવાના બનાવો જ્યારે-જ્યારે સામે આવ્યા છે. ત્યારે હિન્દુ-મુસ્લિમોએ સંયમ રાખી વાતાવરણને બગાડવા દીધા નથી. નખત્રાણા તાલુકાના જડોદર (કો.) ગામે બનેલા બનાવમાં પોલીસે ચાર વયસ્ક અને ચાર સગીર આરોપીઓ વિરુદ્ધ અટક સહિતની કાયદેસરની કાર્યવાહી કરી દીધી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 8/9થી 10/9 બે દિવસ દરમ્યાન જડોદર (કો.)માં બનાવ અંગે વિધિવત ફરિયાદ નોંધાઇ છે, જેમાં આરોપી તરીકે આસિફ સુમાર પઢિયાર, સાહિલ મંધરા, મામદ મંધરા અને ગુલામ હુસેન જાફર તથા

ચાર કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર વયના બાળકોનો સમાવેશ થાય છે. આ ચારે સગીર આરોપીને રાજકોટ રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યા છે. ગામમાં ગણેશ પંડાલમાં વિઘ્નહર્તાની મૂર્તિને સગીરોએ ખંડિત કરી હતી અને બાજુમાંના નાના એક મંદિર પર અન્ય ધર્મના રંગની ધજા ફરકાવી દેતાં ધાર્મિક લાગણી દુભાવવાના આ બનાવમાં સાત આરોપીની અટક થયાનું સામે આવ્યું છે.બીજીતરફ આ બનાવને લઇને સંયમતા અને શાંતિ જાળવવા ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક સાગર બાગમારે અપીલ કરી છે તેમજ જડોદર (કો.)માં હાલ શાંતિ છે અને સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. આ બનાવ સંબંધિત અફવા ન ફેલાવા તથા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ ન કરવા તેમણે અનુરોધ કર્યો છે.

કર્ણાટકમાં પણ ગણેશ ઉત્સવમાં હિંસા અનેક દુકાનો-વાહનોમાં આગ ચંપાઈ

કર્ણાટકના માંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન સાંપ્રદાયિક હિંસા થઈ છે.  પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પથ્થરમારો કર્યા પછી, બદમાશોએ ઘણી દુકાનો અને કપડાં તેમજ બાઇક શોરૂમને આગ લગાવી દીધી.  એટલું જ નહીં, બેકાબૂ ભીડે રોડ પર પાર્ક કરેલી બાઇક પણ સળગાવી દીધી હતી.  પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.