રાજકોટ સમાચાર
ગઈકાલે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં રાજકોટ સુધી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મુસાફરી કરી રહ્યા હતાં તે સમયે જ રાજકોટની ભાગોળે પથ્થરમારો થતા ભારે સનસનાટી મચી જવા પામી છે અને આ મામલે રેલવે પોલીસ તથા રેલવે પ્રોટેકશન ફાર્મ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે .
During my journey by vande bharat train from Ahmedabad to Rajkot today,had a pleasant interaction with my Co-passengers. #VandeBharat pic.twitter.com/rhvoqccN5m
— Harsh Sanghavi (@sanghaviharsh) December 7, 2023
ગૃહમંત્રી બેઠા હતાં તે જ ટ્રેનના કોચ નં.સી-4 ઉપર પથ્થરમારો થતા રેલવે પોલીસ સહિત સમગ્ર તંત્રએ તપસ હાથ ધરી છે અને ઉચ્ચ અધિકારીઓમાં પણ ભારે દોડધામ મચી જવા પામી છે. જો કે, રેલવેના અધિકારીઓ આ ઘટનાને ટીખળખોરોનું કૃત્ય ગણાવી રહ્યાં છે.
જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રે વંદે ભારત ટ્રેન રાત્રે 9 વાગ્યે રાજકોટ પહોંચી તે પૂર્વે રાજકોટની ભાગોળે રાજકોટ અને વાંકાનેર વચ્ચે વંદે ભારત ટ્રેન ઉપર બે પથ્થર ફેંકવામાં આવ્યા હતાં. જેના પગલે ટ્રેનના કાચમાં નુકસાન થયું હતું. જો કે, આ ઘટનામાં કોઈ ગંભીર નુકસાન થયું નથી અને ટ્રેન પણ રોકાયા વગર રાજકોટ સ્ટેશને પહોંચી ગઈ હતી.
આ ટ્રેન રોજ જામનગર-અમદાવાદ વચ્ચે રાજકોટ થઈને આવ-જા કરે છે. ગઈકાલે સાંજે અચાનક જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતે વંદે ભારત ટ્રેનમાં રાજકોટ જઈ રહ્યાની સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી હતી અને સાંજે 6.10 કલાકે ઈ-1 કોચમાં બેસી રાત્રે 9 વાગ્યે રાજકોટ પહોંચ્યા હતાં.