રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જુદા જુદા બે શહેરોમાં ધાર્મિક યાત્રા ઉપર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે જેમાં આજ રોજ સવારે નર્મદામાં રાજપીપળા ગામે નીકળેલી બજરંગ દળ ની શોર્ય જાગરણ યાત્રા પર પથ્થર માર્યો કર્યો હોવાનું સામે આવ્યું છે.જ્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગુરુવારની રાત્રે ગણપતિની વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતા દોડધામ મચી ગઇ હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નર્મદામાં બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર સેલંબા ખાતે વિધર્મી લોકોએ પથ્થરમારો કર્યો સાથે આગચંપીનો પણ બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે નર્મદા જિલ્લાની ડીવાયએસપી, એલસીબી અને એસઓજીની પોલીસ ટીમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવી છે. પોલીસે ટીયર ગેસના સેલ છોડી નર્મદા પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
નર્મદામાં બજરંગ દળની જાગરણ યાત્રા પર વિધર્મીઓ પથ્થરમારો કરી આગ ચાંપી: પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા
વડોદરામાં ગણેશજીની વિસર્જન યાત્રા પર અગાસી પરથી પથ્થરમારો: આવારા તત્વો સામે નોંધાતો ગુનો
ત્યારે ઉલ્લેખનીય છે કે સેલંબા ટાઉનમાં નીકળેલી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોર્યયાત્રા દરમ્યાન બનેલો બનાવ હાલ સંપુર્ણ કાબૂમાં આવ્યો હોવાનુ જાણવા મળે છે. જિલ્લાના પોલીસ વડા તથા જિલ્લાની તમામ બ્રાંચોની પોલીસે સેલંબામાં હાજર રહી પરિસ્થિતી છેલ્લા બે કલાકથી સંપુર્ણ કાબૂમાં છે. ઘટનાને લઈ પોલીસની ફ્લેગ માર્ચ ચાલુ છે. શોર્યયાત્રા ફરીથી શાંતિપૂર્ણ રીતે પસાર થઇ રહી છે. આ બનાવ બાબતે સંડોવાયેલા ઇસમોને રાઉન્ડ અપ કરવાની તથા કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ગુના દાખલ કરવાની તજવીજ ચાલુ છે.
કુઇદા ગામથી સેલંબા સુધી બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની છે. જે સેલંબા ખાતે પહોંચતાં જ વિધર્મીઓ દ્વારા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો સાથે આગચંપીનો પણ બનાવ બન્યો હતો. ઘટનાને પગલે નર્મદા જિલ્લાની પોલીસ ટીમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવી છે. ટીયર ગેસના સેલ છોડી નર્મદા પોલીસ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો છે.જ્યારે અન્ય બનાવમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગઇ કાલે રાત્રે ગણપતિની વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતાં ભારે દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં ધાબા પરથી લાઈવ પથ્થરમારો કરતા વીડિયો સામે આવ્યા છે. જોકે આ મામલે મંજુસર પોલીસે 18 ઈસમો સાથે અન્ય 30નાં ટોળાં સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન 5 વ્યક્તિ પોલીસ સંકાજામાં છે.
મંજુસરમાં થયેલા પથ્થરમારા બનાવને પગલે વડોદરા ગ્રામ્ય ડી.વાય.એસ.પી બી.એચ. ચાવડાએ જણાવ્યું હતું કે, ગઈકાલે ગણપતિ વિસર્જનનો તહેવાર હતો અને સાવલીના મંજુસર ગામમાંથી ગણપતિ વિસર્જનની યાત્રા નીકળી હતી. ટ્રેક્ટરમાં ગણેશજીની પ્રતિમાઓ લઈને નીકળ્યા હતા. ગરાસીયા મહોલ્લા પાસે આવતા અચાનક આસપાસના મકાનો ઉપરથી પથ્થરમારો ચાલુ થઈ ગયો હતો. જેમાં ત્રણથી ચાર વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. આ બાબતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ટોળાને વિખેરી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન યાત્રાના આયોજકની ફરિયાદના આધારે 18 ઈસમો સામે નામજોગ અને 20થી બધું લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલમાં આરોપીઓ પોત પોતાના ઘર છોડીને ફરાર થઇ ગયા છે.
પથ્થરમારો કરી આવારા તત્વો ભાગી ગયા પછી વસીમ ધારિયું લઈને નીકળ્યો હતો. આ મારામારીમાં અર્જુન અમરી, સંદીપ ગોપાલ ચૌહાણ, જિતેન્દ્ર બબુલ પાણીપૂરી તથા અરવિંદ બંસી વણજારને ઈજાઓ થઈ છે. આ પથ્થરમારો થતા નાસભાગ થઈ હતી. પોલીસને જાણ કરેલી અને આ પથ્થરમારો કરનાર અન્ય કોમના હોવાથી તંગદિલી ન ફેલાય તે માટે તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી.
પથ્થરમારો થયા બાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આક્રોશના પગલે મંજુસર ગ્રામ પંચાયત પાસેના ચોકમાં ગ્રામજનોએ રામધૂન બોલાવી હતી અને તોફાનીઓ સામે કડક પગલાં લેવાની માગ કરી હતી. જો કડક કાર્યવાહી નહીં થાય તો ગણપતિ વિસર્જન નહિ કરવા મુદ્દે મક્કમ નિર્ણય કર્યો હતો. જો કે જિલ્લા પોલીસ વડાએ સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં સમગ્ર ગામમાં અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે. આ મામલે મંજુસર પોલીસે 18 ઈસમો સાથે અન્ય 30ના ટોળા સામે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતા.