ગે માનસ ધરાવતા સ્ટોનકિલરે 6 વર્ષ પહેલા 3 લોકોની પથ્થરનાં ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી

હત્યા અને હત્યાની કોશિશનો કેસનો ચુકાદો પેન્ડીંગ હોવાથી જેલવાસ લંબાયો

 

અબતક, રાજકોટ
રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ચરચાર મચાવનાર 3-3 કરપીણ હત્યા કરનાર સ્ટોનકીલર સામેનો રાજકોટની સેસન્સ કોર્ટમાં બે હત્યા કેસની સુનાવણી ચાલી જતા અધીક સેસન્સ જજે શંકાનો લાભ આપ્યો છે. જયારે હજુ એક હત્યા અને હત્યાની કોશીષનો કેસની સુનાવણી ચાલતી હોવાથી સ્ટોન કીલર ને હજુ જેલમાં રહેવુ પડશે.

પ્રાપ્ત વિગત મુજબ વર્ષ 2016માં રાજકોટ શહેરને બાનમાં લઇ પથ્થરનાં ઘા ઝીંક 3-3 હત્યા કરનાર સ્ટોન કીલર હીતેષ ઉર્ફે બાડો દલપતરામ રામાવત નામનાં શખ્સથી લોકો ભયનાં ઓથાર હેઠે જીવતા હતા. ગે માનસ ધરાવતા સ્ટોન કીલર રાજકોટ સહીત સૌરાષ્ટ્રની પોલીસને નાકે દમ લાવી દીધો હતો. રાજકોટ પોલીસે હીતેષ ઉર્ફે બાડો રામાવતને જામનગર ખાતેથી ધરપકડ કરી હતી. રાજકોટ પોલીસ જામનગર પહોંચીને તેની ધરપકડ કરી અને રાજકોટ લઇ આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એ સમયગાળા દરમિયાન તેની પાસેથી ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા હતા અને એ સમયે ત્રણ હત્યા પણ થઈ હતી હવે ત્રણ લોકોના મૃત્યુ થયા હતા આ ત્રણ મોબાઈલ પણ એ લોકોના જ હતા. હાલ જે બે કેસમાં શંકાના આધારે તે નિર્દોષ છોડવામાં આવ્યો છે. તે બંને કેસમાં મોબાઈલ ફોન કારણભૂત છે. પ્રથમ કેસમાં તો એવું છે કે મૃતક નો મોબાઇલ ફોન સ્ટોન કિલર હિતેશ પાસે હતો પરંતુ એ ફોન મૃતકનો જ છે

તેનો કોઇ ઠોસ પુરાવો મૃતકના પરિવારજનો પાસે ન હતો. ફોન ખરીદ્યાનું કોઈ બિલ પણ ન હતું કે ફોન તેના નામે રજિસ્ટર છે તેવી પણ કોઈ પુરાવો હતો. પોલીસ તપાસમાં મૃતકના પિતાએ સ્વીકાર્યું હતું કે આ મોબાઈલ તેના પુત્રનો જ છે. પણ જેમ પહેલા કહ્યું તેમ કોઈ સીમકાર્ડ મળેલું ન હતું અને કોઈ માલિકીનું બિલ પણ ત્યાં મળ્યું ન હતું.

જેમાં પ્રાથમીક પુછપરછમાં તે ભરનીંદરમાં સુતેલા અનેે એકલવાયુ જીવન જીવતા સાગર મેવાડા, પ્રવીણભાઇ અને પાળ ગામે વલ્લભભાઇ પથ્થરનાં ઘા ઝીંકી નીર્મમ હત્યા કર્યાની તેમજ એક હત્યાની કોશીષ કર્યાનુ કબુલાત આપી હતી. અને હત્યા કરી મોબાઇલ ફોન લુંટી લીધાનુ બહાર આવ્યુ હતુ. તપાસનીશ દ્વારા બે હત્યાની અદાલતમાં ચાર્જશીટ રજુ કરવામાં આવતા જે કેસની સુનાવણી અધીક સેસન્સ જજ પી.એન. દવેની કોર્ટમાં ચાલતા જેમાં બંને પક્ષોની રજુઆત બાદ બચાવ પક્ષનાં એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખીત મૌખીક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાકેલા ચુકાદાઓ ધ્યાને ન્યાયધીશે હીતેષ ઉર્ફે બાડો રામાવત નામના સ્ટોન કીલરને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે. જયારે એક હત્યા અને હત્યાની કોશીષનો કેસની સુનાવણી ચાલુ હોવાથી હીતેષ ઉર્ફે બાડો રામાવતને જેલમાં હજી રહેવુ પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.