વોર્ડ નં.૧૦ માં મોડી રાત્રે લાગેલી આગથી હોસ્પિટલ તંત્રમાં દોડધામ: જાનહાની ટળી
સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટ સિવીલ હોસ્પિટલ અનેક સમસ્યાઓથી ધેરાયેલી હોય તેમ અવાર નવાર હોસ્પિટલમાં અજુગતા બનાવો ઘટી રહ્યા છે. તેમ છતાં હોસ્પિટલ તંત્ર કુંભકર્ણ નિદ્રામાં હોય તેમ કોઇ પગલા લેવામાં આવતા નથી. સીવીલ હોસ્પિટલના વોર્ડ નં.૧૦ માં પુરુષવોર્ડમાં મોડી રાત્રે શોર્ટ સર્કીટ થતા દર્દીઓમાં નાસ ભાગ મચી હતી. પરંતુ સહનસીબે કોઇ જાનહાની ટળી હતી.
સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અનેક સમસ્યાઓનો સામનો કરી સારવાર મેળવતા હોય તેમ અગાઉ ઇમરજન્સી વોર્ડમાં રાત્રીના સમયે પાણી ભરાઇ ગયું હતું. જેના કારણે દર્દીઓમાં નાસભાગ થઇ હતી. જુના બિલ્ડીંગમાં આવેલા વોર્ડ નં.૧૦ ના પુ‚ષ વોર્ડમાં મોડી રાત્રે શોર્ટ સર્કીટ થતાં દર્દી આલમમાં નાસભાગ મચી ગઇ હતી. આ ઘટના અંગે સિકયુરીટી સુપરવાઇઝર અને નર્સીગ સ્ટાફને જાણ થતાં તમામ વોર્ડ નંબર ૧૦ માં દોડી ગયા હતા પુ‚ષ વોર્ડમાં સારવાર મેળવી રહેલા દસ જેટલા દર્દીઓને મહીલા વોર્ડમાં શીફટ કરવામાં આવ્યા હતા. બાદમાં ઇલેકટ્રીશીયએે વીજ પ્રવાહ બંધ કરતા ધડાકા ભડાકા બંધ થયા હતા સદનસીબે કોઇ જાનહાની પહોંચી ન હતી.