- સિક્કામાં ડીસીસી કોલોનીમાં રહેતા પર પ્રાંતિય ક્રિશ્ચિયન મહિલાના મકાનમાંથી રૂપિયા 1.28 લાખના દાગીનાની ચોરી
- ઘરમાં કચરા પોતાનું કામ કરતી નોકરાણીનું કારસ્તાન હોવાની આશંકા સાથે પોલીસ ફરિયાદ નોંધાવી: આરોપી હાથ વેંતમાં
- શકદાર તરીકે પોતાને ત્યાં કચરા પોતાનું કામ કરતી ખતીજા બેન નામની સિક્કા ગામની એક મહિલા સામે શંકા દર્શાવી હતી
- શંકાના આધારે સિક્કા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
અવાર નવાર રાજ્યોમાં નાની મોટી વસ્તુઓની ચોરી થતી હોવાના બનાવો સામે આવતા હોય છે. આવો જ એક બનાવ જામનગરમાંથી સામે આવ્યો છે. જામનગરના સિક્કામાં ડીસીસી કોલોનીમાં રહેણાક મકાનમાંથી 1.28 લાખની કિંમત ના સોના ચાંદીના દાગીના વગેરેની કબાટમાંથી ચોરી થઈ ગઈ હોવાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાવી હતી. જેમાં શકદાર તરીકે પોતાને ત્યાં કચરા પોતાનું કામ કરતી ખતીજા બેન નામની સિક્કા ગામની એક મહિલા સામે શંકા દર્શાવી હતી.
જામનગર તાલુકાના સિક્કામાં ડીસીસી કોલોનીમાં રહેતા અને મૂળ ઓરિસ્સા રાજ્યના નિર્મલાદેવી જ્યોર્જ નામના 40 વર્ષના ક્રિશ્ચિયન મહિલાએ ગત 1 તારીખથી આજ દિન સુધીના સમયગાળા દરમિયાન પોતાના રહેણાક મકાનમાંથી 1.28 લાખની કિંમત ના સોના ચાંદીના દાગીના વગેરેની કબાટમાંથી ચોરી થઈ ગઈ હોવાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાવી હતી. જેમાં શકદાર તરીકે પોતાને ત્યાં કચરા પોતાનું કામ કરતી ખતીજા બેન નામની સિક્કા ગામની એક મહિલા સામે શંકા દર્શાવી હતી. સમગ્ર મામલે પોલીસે વઘુ તપાસ હાથ ધરી છે અને ગણતરીના કલાકોમાં જ ઉપરોક્ત ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.
અનુસાર માહિતી મુજબ, જામનગર તાલુકાના સિક્કામાં ડીસીસી કોલોનીમાં રહેતા અને મૂળ ઓરિસ્સા રાજ્યના નિર્મલાદેવી જ્યોર્જ નામના 40 વર્ષના ક્રિશ્ચિયન મહિલાએ ગત 1 તારીખથી આજ દિન સુધીના સમયગાળા દરમિયાન પોતાના રહેણાક મકાનમાંથી થોડા થોડા કરીને રૂપિયા 1,28,654 ની કિંમતના સોના-ચાંદીના દાગીના વગેરેની કબાટમાંથી ચોરી થઈ ગઈ હોવાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાવી હતી.
જેમાં શકદાર તરીકે પોતાને ત્યાં કચરા પોતાનું કામ કરતી ખતીજાબેન નામની સિક્કા ગામની એક મહિલા સામે શંકા દર્શાવી હતી. જે શંકાના આધારે સિક્કા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ખતીજાબેનને ઉઠાવી લઈ પૂછપરછ શરૂ કરી છે અને ગણતરીના કલાકોમાં જ ઉપરોક્ત ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.
અહેવાલ : સાગર સંઘાણી