રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૪૯૧૧.૩૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૫૦૧૫.૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૪૮૪૩.૬૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૨.૫૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૧.૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૩૪૯૯૩.૦૦ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૨૮૮.૨૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૩૨૮.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૨૮૨.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૨.૯૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૩૨૩.૩૫પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૪૭૮૬૪ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૯૬૮ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૮૬૪ ના નીચા મથાળે નોંધાવી ૬ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૭૯૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૮૪૪૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૪૪૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૨૦૧ ના નીચા મથાળે નોંધાવી ૨૫૫ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૮૨૪૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના મહામારી વચ્ચે ભારતીય સૈનિકોને ચાઈનાએ ગલવાન સરહદે શહીદ કર્યાની ઘટનાથી રોષે ભરાયેલી ભારતીય પ્રજાએ એક તરફ મેઈડ ઈન ચાઈનાની ચીજોનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે, ત્યારે સરકાર દ્વારા પણ ચાઈનાના પ્રોજેક્ટોને કેન્સલ કરવા લાગતાં ફરી દેશમાં સ્વદેશી ચળવળ વેગ પકડતાં અને આત્મનિર્ભર ભારતને બળ મળતા આજે ફંડોએ સ્વદેશી કંપનીઓની આગેવાનીમાં શેરોમાં લેવાલી કરતાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૮% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે મેટલ, ઓટો, ઓઇલ એન્ડ ગેસ, રિયાલિટી અને પાવર સહિત લગભગ તમામ સેક્ટર્સમાં પોઝિટિવ વલણ જોવા મળી રહ્યું હતું. વૈશ્વિક માર્કેટની વાત કરીએ તો અમેરિકન શેરબજારમાં ગઇકાલે ડાઉ જોન્સ ૦.૫૯% અને જઙ ૫૦૦ ૦.૬૫% જ્યારે નાસ્ડેક ૧.૧૧% વધીને બંધ રહ્યા હતા. ભારતીય ફાર્મા જાયન્ટ ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ દ્વારા માઈલ્ડ કોરોના દર્દીઓ માટે પોતાની દવા બજારમાં મૂકતાં અને સિપ્લા, હીટેરો સહિતની બે કંપની દ્વારા પણ કોવિડ-૧૯ ડ્રગના જીનેરિક વર્ઝનનું મેન્યુફેકચરીંગ શરૂ કરી દઈ બજારમાં દવા રજૂ કરતાં ફાર્મા શેરોની આગેવાનીએ ગઇકાલે ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૨૨૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૮૩ અને વધનારની સંખ્યા ૧૪૨૯ રહી હતી, ૧૧૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ફિચ રેટિંગ્સ દ્વારા આઠ વર્ષમાં પહેલી વખત ભારતનું આઉટલૂક સ્ટેબલ માંથી નેગેટિવ કર્યું છે. ફિચના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસની મહામારીથી દેશની ચાલુ વર્ષની વૃદ્ધિના આઉટલૂકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઉપરાંત, જાહેર ઋણબોજમાં વૃદ્ધિનો પડકાર ઊભો થયો છે. જોકે, વૈશ્વિક રેટિંગ એજન્સીએ ભારતનું ઇઇઇ- રેટિંગ જાળવી રાખ્યું છે, જે જંક રેટિંગથી એક સ્તર ઊંચું અને સૌથી નીચું ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગ છે. ફિચે કોરોના વાઇરસની મહામારીને કારણે ચાલુ વર્ષે ભારતની વૃદ્ધિના આઉટલૂકમાં પણ નોંધપાત્ર ઘટાડાનો અંદાજ આપ્યો છે. જોકે, પછીના વર્ષે નીચી બેઝ ઇફેક્ટરના કારણે અર્થતંત્રમાં રિકવરી પણ જોવા મળશે. આગામી દિવસોમાં કોર્પોરેટ પરિણામોમાં આઈટીસી લિમિટેડના ૨૬,જૂનના રિઝલ્ટ, એશીયન પેઈન્ટસના ૨૪,જૂનના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે. જ્યારે ફોરેન એક્સ્ચેન્જ રિઝર્વના ડેટા ૨૬ જૂનના રોજ જાહેર થશે. ઉપરાંત રૂપિયા સામે અમેરિકી ડોલરની મજબૂતીને લઈ એના મૂલ્યમાં વધઘટ તેમજ ક્રુડ ઓઈલના ફરી વધતાં ભાવો પર ભારતીય શેરબજારની નજર રહેશે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
ઓરબિન્દો ફાર્મા ( ૭૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૮૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૭૭૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૮૦૮ થી રૂ.૮૧૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
ઇન્ડસઇન્ડ બેન્ક ( ૪૯૯ ) :- રૂ.૪૭૭ નો પ્રથમ તેમજ રૂ.૪૬૪ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૧૭ થી રૂ.૫૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
ભારત પેટ્રો ( ૩૯૧ ) :- ઙજઞ ઓઈલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૦૪ થી રૂ.૪૧૪ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૩૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
અદાણી પોર્ટ ( ૩૫૦ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૩૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક મરીન પોર્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૫૭ થી રૂ.૩૬૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!