રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
તા.૨૬.૦૫.૨૦૨૦ ના રોજ સવારે ૧૦ કલાકે….
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૦૬૭૨.૫૯ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૦૮૬૪.૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૦૮૩૫.૦૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૧.૬૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૬.૪૯ પોઈન્ટના ઉછાળા સાથે ૩૦૯૭૯.૦૮ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૯૦૨૭.૮૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૯૧૨૨.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૯૧૧૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૨.૫૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૫.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૯૧૩૪.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જૂન ગોલ્ડ રૂ.૪૭૦૪૯ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૧૫૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૦૩૩ ના નીચા મથાળે નોંધાવી ૮૭ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૭૦૬૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૮૬૮૯ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૯૯૭ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૬૮૯ ના નીચા મથાળે નોંધાવી ૬૧૯ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૮૮૭૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
ગઈકાલે સોમવારે રમઝાન ઈદ નિમિતે ભારતીય શેરબજાર બંધ રહ્યા બાદ આજે સપ્તાહના બીજા દિવસે ટ્રેડિંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક બજારોમાં અમેરિકામાં મેમોરેબલ દિન નિમિતે જ્યારે યુ.કે.માં પણ શેરબજાર બંધ રહ્યા હતા. વિશ્વભરમાં કોરોના મહામારીના કારણે લાંબો સમય લોકડાઉનથી અર્થતંત્ર અત્યાર સુધી થંભી ગયા બાદ હવે લોકડાઉનમાંથી અનેક દેશો દ્વારા મુક્તિ આપીને તેમના અર્થતંત્રને ફરી ધમધમતા-સક્રિય કરવાના પોઝિટિવ સેન્ટિમેન્ટે અને કોરોના વાયરસની વેક્સિનને લઈને પોઝિટિવ ડેવલપમેન્ટના અહેવાલે એશિયા, યુરોપના ઘણાં દેશોના શેરબજારોમાં સુધારો નોંધાતા આજે ભારતીય શેરબજારમાં આરંભથી ઉછાળો નોંધાયો હતો. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૨% વધીને ટ્રેડ કરી રહ્યા હતા. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે બીએસઈ પર ટેકનોલોજી સેક્ટરને છોડીને અંદાજીત તમામ સેક્ટર્સમાં રોકાણકારો દ્વારા ખરીદદારીને પગલે તેજી જોવા મળી હતી.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૮૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૭૨ અને વધનારની સંખ્યા ૧૦૪૦ રહી હતી, ૧૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી છતાં અર્થતંત્રને પુન:પટરી પર લાવતા લાંબો સમય લાગી જવાના મળી રહેલા સંકેતને જોતાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે ત્રિમાસિક કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરીના નબળા જવાની પૂરી શકયતા અને વૈશ્વિક મોરચે અમેરિકા અને ચાઈના વચ્ચે એક તરફ ટેન્શન વધી રહ્યું હોઈ અમેરિકા દ્વારા તેના શેરબજાર પરથી ચાઈનીઝ કંપનીઓને ડીલિસ્ટ કરવાના બિલને મંજૂર કરાયા સાથે વિશ્વને ચાઈના વિરૂધ્ધ એક થવા હાકલ થઈ રહી છે ત્યારે ચાઈના તરફથી પણ અમેરિકા વિરૂધ્ધ વળતાં પ્રત્યાઘાતી આકરાં પગલાં લેવાની ચેતવણી આપવામાં આવી છે, ત્યારે વધી રહેલા જીઓપોલિટીકલ ટેન્શનને કારણે આગામી દિવસોમાં સાવચેતીમાં ભારતીય શેરબજારમાં પણ ઉછાળે વેચવાલી થતી નોંધાશે. ઉપરાંત ચાલુ સપ્તાહમાં મે માસની એક્સપાયરી હોવાથી આગામી દિવસોમાં ફોરેન ફંડોનું સતત ઓફલોડિંગ અટકશે કે વધતું જોવાશે અને હોંગકોંગ સહિતના મામલા પર નજર સાથે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી જોવા મળી શકે છે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
બાટા ઇન્ડિયા ( ૧૨૩૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૨૦૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૫૩ થી રૂ.૧૨૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
ઓરબિન્દો ફાર્મા ( ૭૨૮ ) :- રૂ.૭૧૧ નો પ્રથમ તેમજ રૂ.૬૯૬ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૪૩ થી રૂ.૭૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
ઇન્ફોસિસ લિ. ( ૬૯૧ ) :- ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૦૩ થી રૂ.૭૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૬૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
સન ફાર્મા ( ૪૬૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૪૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૭૭ થી રૂ.૪૮૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!