ભારતીય શેરબજારમાં એકધારી તેજી ચાલી રહી છે. આજે ઉઘડતી બજારે સેન્સેક્સ અને નિફ્ટીએ ફરી એક વખત નવી ઊંચાઈ હાસલ કરી હતી.ડોમ્સ અને ઇન્ડિયા સેન્ટરનું ધમાકેદાર લિસ્ટિંગ થયું હતું.આગામી દિવસોમાં પણ અનેક આઈપીઓ આવી રહ્યા છે આઇપીઓના સારા લિસ્ટિંગના કારણે રોકાણ કારોને બખ્ખા થઈ ગયા છે.
ડોમ્સ અને ઇન્ડિયા સેન્ટરનું ધમાકેદાર લિસ્ટિંગ:રોકાણકારોને બખ્ખા
સેન્સેક્સ 71647.66 અને નિફ્ટી 21593ના સર્વોચ્ચ શિખરે
તમામ સાનુકૂળ વાતાવરણના કારણે ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી એકધારી તેજી ચાલી રહી છે. આજે મુંબઈ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા સેન્સેક્સ અને ઉઘડતી બજારે નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી લીધી હતી. આજે ઇન્ટ્રા ડે માં સેન્સેક્સ 71913.07 અને નિફ્ટી 21593ના સર્વોચ્ચ શિખરે પહોંચ્યા હતા. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ નીચે સરકી 71913.07 અને નિફ્ટી 21525.15 સુધી આવી ગયા હતા.બેંક નિફ્ટી અને નિફ્ટીક મેડીકેપ-100 પણ આ ઝડપી તેજી રહેવા પામી હતી આજે બે આઈપીઓના લિસ્ટિંગ હતા.જેમાં રોકાણકારોને ધુમ કમાણી થવા પામી હતી.ડોમ્સના આઇપીઓનું બીએસસી અને એનએસસીમા 1400 રૂપિયામાં લિસ્ટિંગ થયું હતું.
આ શેર કંપનીએ આઇપીઓ દરમિયાન રોકાણકારોને રૂપિયા 790માં આપ્યો હતો.જ્યારે ઇન્ડિયા સેન્લરનું લિસ્ટિંગ પણ સારું થયું હતું.493 રૂપિયામાં રોકાણકારોને આપવામાં આવેલા શેરનું એનએસસીમાં રૂપિયા 620 અને બીએસસીમાં રૂપિયા 612.70 માં લિસ્ટિંગ થયું છે. આજની તેજીમાં વોલ્ટાસ એચડીએફસી એએમસી સન ટીવી નેટવર્ક દીપક નેત્રી સહિતના કંપનીની ફેરોના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. જ્યારે તેજીમાં પણ પિરામલ એન્ટરપ્રાઇઝ ઇન્ડિયા બુલ્સ,ઇન્દુડ ઇન્ડ બેંક સહિત કંપનીના શેરોના ભાવ તૂટ્યા હતા. ભારતીય શેર બજારમાં સતત તેજી ચાલી રહી છે.જેની પાછળ અનેક કારણો જવાબદાર છે.
ભારતનું અર્થતંત્ર સતત મજબૂત બની રહ્યું છે. બીજી તરફ વિદેશી રોકાણકારો પણ ભારતીય બજારમાં વળ્યા છે. સ્થાનિક રોકાણકારો દ્વારા પણ ભારે વિશ્વાસ સાથે ખરીદી કરવામાં આવી રહી છે. જેના કારણે બજારમાં મક્કમ તેજી જળવાઈ રહી છે. અમેરિકી ફેડ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતાને પગલે બજારમાં તેજીને બળ મળી રહ્યું છે. 2024 માં 500થી વધુ નાની મોટી કંપનીઓના આઇપીઓ આવી રહ્યા છે. જેના કારણે બજારમાં આપજો રૂપિયાનું મોટું રોકાણ આવશે તેવું મનાઈ રહ્યું હોય આગામી દિવસોમાં પણ તેજી યથાવત રહેશે તેવું જાણકારો માની રહ્યા છે.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 305 પોઇન્ટના ઉછાળા સાથે 71342 અને નિફ્ટી 98 પોઇન્ટના ઓછાળા સાથે 21451 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે.