બેન્ક નિફટીમાં પણ તોતીંગ કડાકો: રોકાણકારોમાં ફફડાટ
રેટીંગ એજન્સી ફિચ દ્વારા અમેરિકાના રેટીંગને ડાઉન ગ્રેડ કરવામાં આવતા ભારતીય શેરબજારમાં મંદીની મોકાણ સર્જાય છે. તે આજે પણ યથાવત રહેવા પામી છે. આજે સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાં ખુલ્યા હતા છ દિવસ દરમિયાન સતત મંદી યથાવત પામી હતી.
આજે સેન્સેકસ ઇન્ટ્રાડેમાં 65500 ની સપાટી તોડી 6391.51 સુધી પહોંચી ગયો હતો. દરમિયાન થોડી રિકવરી થતા સેન્સેકસ 65727.80 સુધી આવી ગયો હતો. જયારે નિફટીએ પણ ઇન્ટ્રા ડેમાં ફરી એકવાર 19500 નું લેવલ તોડયું હતું. 19452.85 ના નીચલા લેવલે પહોંચી ગયા બાદ થોડી લેવાલી નીકળતા નિફટી 19557.75 ની સપાટીએ પહોંચી ગઇ હતી.
આરબીઆઇ દ્વારા રેપોરેટ યથાવત રાખવામાં આવતા બજારમાં ગઇકાલે પણ મંદીની મોકાણ સર્જાય હતી. આજે સપ્તાહમાં અંતિમ દિવસે પણ બજારમાં મંદિનો માહોલ યથાવત રહેવા પામ્યો હતો. બેન્ક નિફટી પણ રેડ ઝોનમાં કામ કરતી નજરે પડી હતી આજની મંદિમાં પણ આઇઆરસીટીસી, એચસીએલ ટેક, પીએનબી, આરઇસી સહિતની કંપનીના શેરોમાં ભાવમાં ઉછાળો નોંધાયો હતો. જયારે અલ્કેમ લેબ, એપોલો ટાયર, ક્ધટેનર કોર્પોરેશન, મેકસ ફાઇનાન્સીય સહિતની કંપનીના શેરોમાં ભાવ તુટયા હતા.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 248 પોઇન્ટના ઘટાડા સાથે 65442 અને નિફટી 73 પોઇન્ટના ઘટાડા સાથે 19470 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં સામાન્ય મજબૂતાય જોાવ મળી રહી છે.