અમેરિકી ડોલર સામે ફરી રૂપીયાનું ધોવાણ: બૂલિયન બજારમાં મિશ્ર માહોલ

ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઉછાળો રહ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયામાં ફરીથી ધોવાણ શરૂ થયુ છે. બૂલીયન બજારમાં બે તરફી માહોલ રહ્યો હતો. શેરબજારે હવે તેજીના ટ્રેક પર દોડી રહ્યુ હોય રોકાણકારોમાં ભારે ખુશાલી જોવા મળી રહી છે.

આજે ઉઘડતી બજારે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર-ઉછાળા જોવા મળ્યા હતા. સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં 58712.66ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. જ્યારે નિફ્ટીએ 17490.70ની સપાટી હાંસલ કરી થોડી નીચે સરક્યુ હતું. બેન્ક નિફ્ટી અને નિફ્ટી મીડકેપ ઇન્ડેક્સમાં પણ આજે ઉછાળો રહ્યો હતો. આજની તેજીમાં હિન્દાલો જીન્દાલ સ્ટીલ, એસ્ટ્રલ લીમીટેડ, ઇન્ફોસીસ જેવી કંપનીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.

જ્યારે બાટા ઇન્ડિયા, ટાટા ક્ધસ્ટ્રક્શન પ્રોડક્ટ, ગુજરાત ગેસ, વોડાફોન આઇડીયા, રિલાયન્સ સહિતની કંપનીના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બૂલીયન બજારમાં સોનાના ભાવમાં ઘટાડો રહ્યો હતો. જ્યારે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો આજે પણ તૂટ્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 229 પોઇન્ટના ઉછાળા સાથે 58580 પોઇન્ટ પર જ્યારે નિફ્ટી 70 પોઇન્ટના ઉછાળા સાથે 17455 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. ડોલર સામે રૂપીયો 26 પૈસાના ઘટાડા સાથે 79.42 પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.