ઉઘડતી બજારે સેન્સેક્સમાં 200થી વધુ અને નિફ્ટીમાં 65 પોઇન્ટથી વધુનો ઉછાળો: ડોલર સામે રૂપીયો મજબૂત
ભારતીય શેરબજારમાં અવિરત તેજી આગળ ધપી રહી છે. આજે સતત ચોથા ટ્રેડીંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટીએ નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો થોડો મજબૂત બન્યો છે.
આજે મંગળવાર ભારતીય શેરબજાર માટે મંગલકારી સાબિત થયો હતો. ઉઘડતી બજારે સેન્સેક્સ આજે 62,749.13નો અને નિફ્ટીએ 18,638.15 પોઇન્ટનો નવો લાઇફ ટાઇમ હાઇ બનાવ્યો હતો. જ્યારે સેન્સેક્સ 62,362.08 અને નિફ્ટી 18,552.16 પોઇન્ટની નીચલી સપાટીએ આવી ગયા હતા.
આજે એબી કેપીટલ, ડાબર ઇન્ડિયા, નાલ્કો, એચયુએલ, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક સહિતની કં5નીઓના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે લેબર્સ લેબ, વેંદાત, આઇજીએલ, એબીબી ઇન્ડિયા અને રિલાયન્સ જેવી કંપનીના શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બૂલીયન બજારમાં તેજી રહેવા પામી હતી. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 215 પોઇન્ટના ઉછાળા સાથે 62720 અને નિફ્ટી 67 પોઇન્ટના ઉછાળા સાથે 18629 પર કામકાજ કરી રહ્યા છે. જ્યારે ડોલર સામે રૂપીયો 5 પૈસાની મજબૂતી સાથે 82.62 પર ટ્રેડ કરી રહ્યો છે.