- સેન્સેકસે ફરી 75 હજારની સપાટી કુદાવી: નિફટી પણ ગ્રીન ઝોનમાં
કેન્દ્રમાં સતત ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બની રહી હોવાનું નિશ્ર્ચિત થઈ ગયું છે. એનડીએની સરકારને આજે શેર બજારે ઉમળકાભેર આવકારી લીધું છે. સેન્સેકસે આજે ફરી 75 હજારની સપાટી કુદાવી હતી. નિફટીમાં પણ જોરદારત ેજી જોવા મળી હતી. નવી સરકાર બન્યા બાદ અલગ અલગ મંત્રાલયોની ફાળવણી પછી શેર બજાર ફરી તેજીના ટ્રેક પર પૂરપાટ ઝડપે દોડવા લાગે તેવું લાગી રહ્યું છે.
લોકસભાની ચૂંટણીના પરિણામના દિવસે ગત મંગળવારે ભારતીય શેર બજારમાં રેકોર્ડ બ્રેક કડાકા બોલી ગયા હતા. દરમિયાન ભાજપ પ્રેરિત એનડીએ સંગઠનને પૂર્ણ બહુમતી મળવાના કારણે બુધવાર શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ટીડીપીઅને જેડીયુ સહિતના તમામ સાથી પક્ષોએ ભાજપને સમર્થન આપ્યું છે. અને વડાપ્રધાન તરીકે ફરી નરેન્દ્રભાઈ મોદીની પસંદગી કરી છે. હવે એકવાત ખૂબજ સ્પષ્ટ થઈ ગઈ છે કે કેન્દ્રમં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ પૂર્ણ બહુમત વાળી એનડીએ ગઠબંધનની સરકાર બની રહી છે. જેના કારણે આજે પણ શેર બજારમાં તેજીનો રંગ જોવા મળ્યો હતો.
ઈન્ટ્રાડેમાં આજે સેન્સેકસે ફરી 75 હજારની સપાટી ઓળંગી હતી આજે દિવસનો 75164.70નો હાઈ બનાવ્યો હતો. અને સરકીને નીચે 74526.06 પોઈન્ટ પર આવી ગયો હતો. જયારે નિફટીએ ઈન્ટ્રાડેમાં 22863.15ની હાઈ સપાટી હાંસલ કરી હતી નીચે 22642.60 સુધી સરકીય ગયો હતો આ લખાય રહ્યું છે. ત્યારે સેન્સેકસ 731 પોઈન્ટના ઉછાળા સાથે 75113 અને નિફટી 228 પોઈન્ટના ઉછાળા સાથે 22846 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે.