ગઈકાલે ૧૦૦૦ પોઇન્ટથી વધુનું ગાબડું પડયા બાદ આજે શેરબજાર ગ્રીન ઝોનમાં ટ્રેડ થતા રોકાણકારોના શ્વાસમાં શ્વાસ આવ્યો
આજે શેરબજારમાં ગ્રીન ઝોનમાં ટ્રેડ થયું હતું ગઇકાલના કડાકા બાદ રોકાણકારોના નાણાનું ધોવાણ અટક્યું હતુંમ આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે ગઈકાલે શેરબજારમાં ૧૦૦૦ પોઈન્ટથી વધુનું ગાબડું પડી જતા રોકાણકારોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. અલબત આજે બજારો ઉપર ઉઘડતાની સાથે જ ગ્રીન ઝોનમાં ટ્રેડ થવા લાગી હતીમ બજારમાં એક તબક્કે લેવાલીનો માહોલ પણ સર્જાયો હતો. ગઇકાલના મસમોટા કડાકા બાદ આજે બજાર ફરી ગ્રીન ઝોનમાં આવી જતા રોકાણકારોએ રાહત અનુભવી હતી.
આ લખાય છે ત્યારે ૨૫૦ પોઇન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે સેન્સેકસના પ્રમુખ શેર પૈકીના મોટાભાગના શેરમાં આજે લેવાલી જોવા મળી હતી
નિફ્ટી પણ આજે થોડા સમય માટે ઉચકાઇ હતી. નિફ્ટીમાં ૬૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે અત્યારે ૧૧૭૩૬ની સપાટીએ ટ્રેડ થઇ રહી છે તેના પ્રમુખ શેરમાં પણ મહદ અંશે લેવાલી જોવા મળતા રોકાણકારોને રાહત થઈ છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય સમીકરણોના કારણે સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટથી વધુ ગબડી ગયો હતો આજે
પણ બજાર ખુલતા મોટા પ્રમાણમાં વોલેટિલિટી જોવા મળતા રોકાણકારો મુંઝાયા હતા અલબત્ત સવારે ૧૦:૩૦ સુધી માં માર્કેટ ગતિ ધીમી થઈ ગઈ હતા.