રિલાયન્સની આરએમકો ડીલ રદ થતાં શેરબજારમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે ત્યારે સતત બીજા દિવસે પણ બજાર રેડ ઝોનમાં ખૂલ્યું હતું પરંતુ વાસ્તવિકતા એ છે કે હાલની બજારની સ્થિતિ ને ધ્યાને લઇ ડિસેમ્બર સુધી શેરબજારમાં રોકાણ કરવા માટેનો સમય ખૂબ જ સારો છે અને વૈશ્વિક પરફેક્ટ પણ જે રીતે બજાર ટનાટન જોવા મળી રહી છે તેનાથી આવનારા સમયમાં વધુ ને વધુ રોકાણકારો શેરબજારમાં રોકાણ કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ડિસેમ્બર માસમાં ક્રિસમસ તહેવાર હોવાના પગલે પણ બજારની સ્થિતિ સંપૂર્ણ રીતે સુધારી અને એટલું જ નહીં કોરોના બાદ જે રીતે અર્થવ્યવસ્થા બેઠી થઈ રહી છે તેનાથી વૈશ્વિક સ્થિતિને પણ ઘણો ખરો ફાયદો પહોંચે તો નવાઈ નહીં.
https://www.abtakmedia.com/jagat-jamadar-americas-request-to-india-open-the-amount-of-crores-collected/
બીજી સૌથી મોટી વાત તો એ છે કે બજારમાં જે વિદેશી શેરોના ભાવ જોવા મળતા હતા તેમાં ઘણા ખરા અંશે ઘટાડો જોવા મળ્યો હતો તો સામે સ્થાનિક ધરાવતી કંપની દ્વારા માર્કેટમાં ઘણો સુધારો થયો છે અને તેને સપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ વાસ્તવિકતા એ છે કે આગામી ડિસેમ્બર માસ દરમિયાન રોકાણકારો માટે શેરબજારમાં રોકાણ કરવું ખૂબ જ ફળદાયી નીવડશે.