ડિસેમ્બર માસમાં જ ભારતનો નિકાસ 2.60 લાખ કરોડને પાર પહોંચ્યો
અબતક, નવીદિલ્હી
દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને તે માટે દરેક ક્ષેત્રનો વિકાસ ખૂબ જ અનિવાર્ય છે ત્યારે હાલ સમગ્ર ભારતમાં જે રીતે કોરોના ની સાથે રસીકરણ અભિયાન ને વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે તેને જોતા એવા સ્પષ્ટ થાય છે કે આવનારા સમયમાં શેરબજારના ટન જોવા મળશે અને બજારમાં ઊછાળો પણ આવશે. વર્ષ 2022ની શરૂઆત માંજ સેન્સેક્સમાં 929 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ ડિસેમ્બર ના છેલ્લા સપ્તાહમાં વિદેશના ફંડ ઉંચા આવતા અને વેચાણ વધતા શેરબજારે ફરી જોર પકડ્યું હતું.
નવા વર્ષની શરૂઆતમાં બેન્કિંગ અને નાણાકીય ની સાથે મેટલના સ્ટોકમાં ઉછાળો જોવા મળ્યો હતો. લોધી નહીં જ્યારે હેલ્થ કેર સહિતના ક્ષેત્રના જે સ્ટોક છે તે અનિશ્ચિત રહ્યા હતા. અત્યારે હાલ બજાર ઈકોનોમી નું બેરોમીટર માનવામાં આવતું હોય છે. તકે જો સરકાર વધુને વધુ આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરે તો દેશની અર્થવ્યવસ્થા મજબૂતી તરફ આગળ વધી શકશે. હાલના તબક્કે કોરોના ના વધતા કેસો ની સામે રસીકરણ અભિયાન અને પૂરજોશ પકડ્યું છે ત્યારે ખરા અર્થમાં હવે શેરબજાર પણ ટનાટન સ્થિતિમાં જોવા મળશે. દેશની અર્થવ્યવસ્થા ત્યારે જ ઝડપી અને વેગવંતી બની શકે જ્યારે દેશની આર્થિક સ્થિતિમાં સુધારો આવે.
હાલના સમયે ભારતમાં નીકાસ ખૂબ વિશાળ પ્રમાણમાં ઊંચો આવી રહ્યો છે ત્યારે પેલા ડિસેમ્બર માસમાં 37 બીલિયન ડોલરનો નિકાસ થયો છે જે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. ડિસેમ્બર મહિનામાં જે નીકાસ નોંધાયો છે, તેમાં 37 ટકાનો ઉછાળો જોવા મળેલો છે. જે રીતે વિકાસની ગતિ વધુ જોર પકડશે તેને ધ્યાને લઇ ભારતનો વાણિજ્ય વિભાગ ખૂબ ઊંડાઈ પૂર્વક કામ કરી રહ્યું છે અને વિકાસનો વાર્ષિક ટાર્ગેટ 400 બિલિયન ડોલર જેટલો નિર્ધારિત. રક્ષક ને ધ્યાને લઇ પ્રથમ નવ માસમાં ભારતનો નિકાસ 300 બિલિયન ડોલરને પાર પહોંચ્યો છે જે લક્ષ્યથી ખૂબ જ નજીક હોવાનું સૂત્રો દ્વારા જાણવામાં આવી રહ્યું છે.
બીજી તરફ પિયુષ ગોયેલે જણાવ્યું હતું કે દેશની 10 સૌથી મોટી કોમોડિટી ગ્રુપની કંપનીઓ 80 ટકા જેટલો વિકાસ કરતી નજરે પડે છે અને તેમાં પણ 41 ટકા જેટલો વિકાસ થયો છે. જ્યારે બીજી તરફ ભારતનું ટ્રેડ ડેફિસીટ 21.99 બિલિયન ડોલરે જોવા મળી રહ્યું છે. ડિસેમ્બરમાં ભારતનું આયાત 38 ટકાએ વધ્યું હતું. હાલની સ્થિતિએ બીજી તરફ એક્સપોર્ટ બાદ એન્જીનીયરીંગ, પેટ્રોલિયમ, ત્યારબાદ જેમ્સ એન્ડ જ્વેલરી અને કેમિકલ પ્રોડક્ટ નો વિકાસ જે રીતે જોર પકડ્યું છે તેનાથી આર્થિક ફાયદો મળ્યો છે. ત્યારે આવનારા સમયમાં પણ ભારતનો નીકાસ અવિરત આગળ વધે તે માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે એટલું જ નહીં વિવિધ ચીજવસ્તુઓ ને પણ ઝડપ ભેર વિકસિત કરવામા આવે છે.
એવી જ રીતે સરકાર શેરબજારમાં પણ વધુને વધુ વૃદ્ધિ લાવવા માટે જે પગલાં ભરી રહ્યું છે તે અત્યંત સરાહનીય છે અને આવનારા સમયમાં શેરબજાર પણ વધુ વિકસિત થાય તે દિશામાં ખાસ પગલાંઓ લેવામાં આવશે.