માર્ચના અંતમાં સેન્સેકસ છેક ૨૫૬૩૯ પોઈન્ટ સુધી સરકી ગયા બાદ કોરોનામાં કળ વળતા ૬૬ટકા રીકવરીના કારણે ઓલટાઈમ હાઈ: ત્રણ દિવસમાં ૧૮૦૦ પોઈન્ટ ઉછળ્યું
‘જાણીતી જાર સારી, અજાણ્યા ચોખા ના ખવાય’ કહેવત શેરબજારના રોકાણકારો માટે ખુબજ સાર્થક ઠરે છે. અજાણ્યા શેરમાં કુદી પડતા રોકાણકારોને માથે ઓઢીને રોવાનો વારો આવતો હોવાનું અનેક કિસ્સામ નોંધાયું છે. અત્યારે માર્કેટમાં તેજી છે જેની ચકાચૌંધમાંં અંજાઈને ‘લપસ્યા’ રોકાણકારોએ કુદી ના પડવું જોઈએ.
૨૦૨૦ના પ્રારંભથી જ માર્કેટ માટે ઉજળા સંજોગો દેખાતા હતા. ડિસેમ્બર સુધીમાં સેન્સેક્સ ૫૦૦૦૦ પોઇન્ટની સપાટી તોડી દે તેવી શકયતા હતી. પરંતુ કોરોના મહામારીના કારણે સેન્સેક્સમાં ઐતિહાસિક ગાબડા પડ્યા. સેન્સેક્સ ગત ૨૫ માર્ચે ૨૫૬૩૯ની સપાટીએ પહોંચી ગયો હતો. આ ગાબડું કોરોના વાયરસથી બચવા લાદવામાં આવેલા લોકડાઉનના કારણે પડ્યું હતું પણ હવે કોરોનાથી કળ વળી છે. સેન્સેકસ ૬૬ ટકા જેટલો રિકવર થઈ ચૂક્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ૧૮૦૦ પોઇન્ટ જેટલો સુધારો થયો છે. આજે પણ ૪૩૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.
સેન્સેક્સ સહિતના ઇન્ડેક્સમાં વધારો તો થયો છે પરંતુ કંપનીઓના શેરના ભાવ નોંધપાત્ર રીતે વધ્યા નથી તેવી ફરિયાદ રોકાણકાર કરતો જ હોય છે. ઇન્ડેક્સ વધ્યા છત્તા શેરના ભાવ ના વધવા પાછળ અત્યારે બજારમાં ઠલવાતુ વિદેશી ભંડોળ છે. ભંડોળ આવવાથી બજારને બળ મળ્યું છે. જોકે આ ભંડોળ વિદેશી છે તે પણ રોકાણકારે સમજવું જોઈએ.
સામાન્ય રીતે જયારે પણ આપણને કોઇ મળે ત્યારે કેમ છો? એવું પૂછતાં હોય છે તેના બદલે અત્યારે ઇકિવટી માર્કેટનો માહોલ એવો થયા ગયો છે જે પણ મળે છે તેના મોઢાપર એકજ સવાલ હોય છે શું લાગે છે? માર્કેટનું? માર્ચ મહિનામાં લોકડાઉન વખતે નિફટી ૭૬૦૦ અને સેન્સેકસ ૨૫૬૩૯ આસપાસ હતો. ત્યારે નિફટી ૫૬૦૦-૫૮૦૦ની જ બધે વાતો સંભળાતી હતી. જે અત્યારે માત્ર ૭ મહિના જેવા ટૂંકાગાળામાં જ નિફટી ૧૨૫૦૦ અને સેન્સેકસ ૪૩૭૦૮ આસપાસ છે જે ઓલટાઇમ હાઇ પર છે. ગયા વર્ષની તુલનામાં નિફટી અને સેન્સેકસ ચોકકસ વધ્યા છે. પરંતુ મોટા ભાગના શેર્સના ભાવ ગયા વર્ષની તુલનામાં ઘઠ્યા છે. હજુ થોડા સમય પહેલા જ બધા મંદી મંદીની બુમરાણ મંચાવતા હતા તેમજ લોકો છેલ્લા ૭ મહિનામાં નિફટીમાં આટલો મોટોલ સુધારો થતાં જ હવે તેજીના ગીતો ગાવા લાગ્યા છે. ગઇ દિવાળીથી આ દિવાળી સુધીનું વર્ષ મોટા ભાગના રોકાણકારો માટે નિરાશાજનક રહ્યું છે. આ એક વર્ષના ગાળામાં અમૂક શેરના ભાવમાં જ બહુ મોટો ઉછાળો આવ્યો છે પરંતુ બાકીના છેલ્લા ૧ વર્ષમાં મોટા ભાગના રોકાણકારોની મૂડીમાં મોટું ધોવાણ થયું છે. જેને લઇને નિરાશ વ્યાપી છે.
માર્કેટમાં તેજીમંદી પણ ચાલુ જ રહેશે ઇકિવટીનું ટોપ કે બોટોમ કોઇના હાથમાં નથી ટુંકા ગાળામાં વોલેટિલિટી હજુપણ ચાલુ રહેવા ધારણાં છે. લોન્ગ ટર્મ અને યોગ્ય રીતે નાણાકીય આયોજન કરવાનો સંપકલ્પ લેવો પડશે માટે આ નૂતન વર્ષમાં નાણાકીય આયોજન કેવી રીતે કરવું તે જાણવું ખુબ જ જરૂરી છે.
નિષ્ણાંત ખોડીદાસ એન.સોમૈયાના મત મુજબ સૌ પ્રથમ તો રોકાણકારના પોતાના નાણાકીય લક્ષ્યાંકો નકકી કરેલ હોવા જોઇએ કારણ કે, જો લક્ષ્ય નકકી કરેલ નહી હોય તો કયાં પહોંચ્વું તેનો ખ્યાલ જ નહિ આવે. ફાયનાન્સીયલ પ્લાનિંગ દરેક વ્યક્તિએ અલગ હોય છે. જે વ્યક્તિની આવક, ઉમર, આવક, ખર્ચ, રિસ્ક લેવાની ક્ષમતા, રોકણનો સમયગાળો, વગેરે જેવી બાબતો પર આધાર રાખે છે. ફાયનાન્સીયલ પ્લાંનિગ કરતી વખતે એક બાબત ખાસ ધ્યાન રાખવી જોઇએ કે કયારેય પોતાના બધા નાણાનું રોકાણ એક જગ્યાએ ના જોઇએ અને કોઇની ‘ટિપ્સ પર પણ ના કરવું જોઇએ રોકાણ હંમેશા પુરેપુરું સમજી વિચારી, પોતાના એડવાઇઝરની સલાહ લઇ પછી જ કરવું જોઇએ. અને પ્રોપટ એસેટ એલોકેશન કરવું જોઇએ જો કોઇ વ્યક્તિ શેરબજારમાં રોકાણ કરતુ હોય તો ટ્રેડિંગ અને રોકાણ બંને વચ્ચેનો તફાવત સમજવો ખુબ જ જરૂરી છે.
ઉપરાંત ફાયનાન્સીયો પ્લાંનિગ કરતી વખતે તમારા એડવાઇઝરનો અનુવભ, નોલેજ, ટ્રેકરેકોર્ડ, સર્વિસ, સં૫ર્કો જાણવા જરૂરી છે. કારણ કે, અલ્ટીમેટલી સવાલ તમારા મહામહેનતે કમાયેલ નાણાનો સવાલ તમામ મહામહેનતે કમાયેલ નાણાનો આ ઉપરાંત રોકાણ કરતા પહેલા એ પણ ચકાસો કે તમો જે જગ્યાએ રોકાણ કરો છો તે ગવમેન્ટ માન્ય છે કે નહિ.. કારણ કે અત્યારે ઘણી લેભાગુ કં૫નીઓ પણ બજારમાં છે. જેમાં રોકાણકારો ઉંચા વળતરની લાલચે ફસાય છે અને વળતર તો ઠીક પરંતુ મુડી પણ ગુમાવવાનો વારો આવે છે. ફેમિલી ડોકટરની જેમ જ ફાયનાન્સીયલ એડવાઇઝર પણ હોવા જોઇએ.