નિફ્ટી ફ્યુચર ૧૧૮૬૦ પોઈન્ટ સ્ટ્રોંગ સપોર્ટ…!!!
સેન્સેક્સ :- વિશ્વનો સૌથી મોટો આઇપીઓ અરામકોનો ખુલ્લો મુકાયો છે જેના કારણે વૈશ્વિક બજારો તેમજ સ્થાનિક બજારોમાં ઓઇલ એન્ડ ગેસ કંપનીના શેસર્માં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળશે જેના સથવારે બજારમાં સુધારાની ચાલ રહે તેવી સંભાવના છે. જોકે, આરકોમમાંથી અનિલ અંબાણીનું રાજીનામુ અને ટેલિકોમ કંપનીઓના નબળા દેખાવના કારણે ટેલિકોમ શેર્સમાં ઘટાડો જોવાશે. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૪૦૩૫૬.૬૯ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૦૪૩૧.૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૩૩૩.૦૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૩૬૭ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- બજારમાં ફરી સપ્તાહના પ્રારંભમાં પોઝિટીવ શરૂઆત જોવા મળી છે. સ્થાનિક સંસ્થાઓની આક્રમક ખરીદી આવતા બજારને સપોર્ટ મળ્યો છે. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૯૪૨.૬૦ સામે ૧૧૯૩૫.૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૯૦૩.૬૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૯૧૫.૨૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!
ગોલ્ડ-સિલ્વર :- સોનાની તુલનાએ ચાંદીમાં ફરી પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના કરતા ચાંદી ચમકી ૧૭ ડોલરની સપાટી આસપાસ સતત અથડાઇ રહી છે જ્યારે સોનું ૧૪૫૦ ડોલરની રેન્જમાં રમી રહ્યું છે. જ્યાં સુધી સોનું ૧૪૭૦ ડોલરની સપાટી ન કુદાવે ત્યાં સુધી તેજીના સંકેતો સાંપડતા નથી. ચાંદીમાં સ્થાનિક બજારમાં પણ ભાવ ઉંચકાઇ ફરી ૪૫૫૦૦ ની સપાટી નજીક ટ્રેડ થવા લાગ્યા છે. જો રૂપિયો વધુ નબળો પડે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ફરી આગળ વધી ૧૮ ડોલર તરફ સરકે તો ઝડપી ૪૭૦૦૦-૪૮૦૦૦નું લેવલ જોવા મળી શકે છે. જ્યારે સોનામાં હાલ ૩૯૩૦૦-૪૦૦૦૦ની વચ્ચે ભાવ સપાટી અથડાતી રહેશે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૦૦૦ની સપાટી ઉપર ૩૮૨૮૮ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણે બે તરફી વધઘટે અથડાઇ રહ્યું છે. આજે ઉપરમાં ૩૮૨૭૦ અને ૩૮૪૦૦ સુધી પહોંચી શકે છે નીચામાં ૩૮૦૦૦ મજબૂત સપોર્ટ છે જે તૂટતા ૩૭૭૫૦ આવી શકે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર ૪૫૦૦૦ની સપાટી નજીક છે. અત્યારે ૪૪૬૯૪ની સપાટી રહી છે. જે ઉપરમાં ૪૫૦૦૦-૪૫૨૫૦ અને નીચામાં ૪૪૫૦૦ સુધી જઇ શકે.
ક્રૂડ :- ક્રૂડ ઓઇલ કંપની અરામકોનો આઇપીઓ આજે ખુલ્યો હોવાથી હાલ ક્રૂડમાં મોટી મંદીની શક્યતા નથી. જોકે, તેજી માટે કોઇ યોગ્ય કારણ ન હોવાથી ક્રૂડ ઝડપી ૬૫ ડોલર થાય તેવા સંકેતો નહિંવત્ છે. એમસીએક્સ નવેમ્બર ૪૧૫૦ની સપાટી આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ ઉપરમાં ૪૧૭૦ અને ત્યાર બાદ ૪૨૦૦ સુધી પહોંચી શકે છે. નીચામાં હવે ૪૦૦૦ ન તોડે ત્યાં સુધી ઝડપી ઘટાડો પણ જણાતો નથી. ચીનની માગ અને રશિયા તેની નિકાસમાં કેટલો વધારો કરે છે તેના પર બજારની મુવમેન્ટ જોવાશે.
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
કોર્પોરેટ ઈન્ડિયાના જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૧૯ના ત્રિમાસિક પરિણામોની સીઝન પૂરી થઈ આ સીઝન કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડાના કારણે અપેક્ષાથી સારા પરિણામોની રહી છે. પરંતુ છેલ્લે સુપ્રિમ કોર્ટના આદેશને પગલે ટેલીકોમ કંપનીઓ પર અસાધારણ અબજો રૂપિયાનો બોજો આવી પડતાં ટેલીકોમ કંપનીઓના અત્યંત નબળા પરિણામોએ આ સીઝનનો અંત આવ્યો છે. અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ વિલંબમાં પડયા બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈનાની આયાતો પર ફરી આકરી ટેરિફની ચીમકી આપ્યા બાદ હવે બન્ને દેશો વચ્ચે ઈન્ટરીમ ટ્રેડ ડીલની શકયતાની વાત કરતાં એશીયાના બજારોમાં રિકવરી સાથે ભારતીય શેરબજારોમાં શેરોમાં મજબૂતી જોવાઈ હતી. અલબત દેશમાં ટેલીકોમ ક્ષેત્રે સુપ્રિમ કોર્ટ દ્વારા સપ્તાહ પૂર્વે ટેલીકોમ ઓપરેટરોને રૂ.૯૨૦૦૦ કરોડની એજીઆરની રકમ સરકારને ચૂકતે કરવાના અપાયેલા આદેશમાં હવે ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ દ્વારા આ ટેલીકોમ ઓપરેટરોને ત્રણ મહિનામાં જ સરકારને આ રકમ ચૂકવવાની નોટીસ જારી કરવામાં આવતાં ટેલીકોમ જાયન્ટ ભારતી એરટેલ અને વોડાફોન આઈડીયા દ્વારા જાહેર કરાયેલા ત્રિમાસિક પરિણામોમાં જંગી વોડાફોન આઈડીયાની રૂ.૫૦,૦૦૦ કરોડથી વધુ અને ભારતી એરટેલ દ્વારા રૂ.૨૩,૦૦૦ કરોડથી વધુ ચોખ્ખી ખોટ જાહેર કર્યા છતાં ટેલીકોમ શેરોમાં ઘટાડે આકર્ષણ રહ્યું હતું. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફરી ફંડોના શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ ચાલુ રહેતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ફાર્મા શેરોમાં આકર્ષણે ઈન્ડેક્સ પોઝિટીવ ઝોનમાં રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૮૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૧૫ અને વધનારની સંખ્યા ૮૮૬ રહી હતી. ૧૧૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૨૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વાટાઘાટમાં કભી હા કભી ના ના ખેલાતાં ખેલમાં ફરી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફમાં વધારાની ચીમકી આપ્યા બાદ ફરી ઈન્ટરીમ ટ્રેડ ડીલની શકયતા બતાવી હોઈ હવે ટ્રેડ ડીલની પ્રગતિ પર નજર રહેશે. આગળ જતા યુ.એસ.ફેડરલ રિઝર્વની મીનિટ્સ, ક્રુડના ભાવ, અને ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની ચાલ કેવી રહે છે તેના પર પણ બજારની તેજી-મંદીનો મુખ્ય આધાર રહેલો છે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિફ્ટી ફ્યુચર :- ( ૧૧૯૦૯ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૮૬૦ પોઈન્ટના પ્રથમ અને ૧૧૮૩૩ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૯૪૭ પોઈન્ટ થી ૧૧૯૬૦ પોઈન્ટ, ૧૧૯૮૮ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૮૬૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૩૬૭ ) :- રૂ.૧૩૪૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૧૭ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૩૮૦ થી રૂ.૧૩૯૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
ટેક મહિન્દ્રા ( ૭૫૫ ) :- ટેક્નોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૩ થી રૂ.૭૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
એકસિસ બેન્ક ( ૭૧૬ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૩૩ થી રૂ.૭૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે