આઈટી સેકટરના શેર ઉપર ભારણ, નિફટી પણ ૮૫ પોઈન્ટ તૂટયું

શેરબજારમાં સતત તેજીનો દોર રહ્યાં બાદ આજે એકાએક પાસુ પલ્ટાયું હતું. આજ બજાર ખુલતા જ નરમાશ જણાય હતી. એક તબક્કે સેન્સેકસ ૩૦૦ પોઈન્ટ તૂટી ગયો હતો. આજે ઈન્ફોસીસના બીજા કવાર્ટરના પરિણામોની અસર પણ સેન્સેકસ જોવા મળશે તેવી નિષ્ણાંતોનો મત હતો. દરમિયાન આજે એનટીપીસી, ઓએનજીસી અને ટેક મહિન્દ્રા સહિતના શેરમાં વેંચવાલીનો માહોલ સર્જાતા બજાર પટકાયું હતું.

આ લખાય છે ત્યારે સેન્સેકસ ૨૬૨ પોઈન્ટના કડાકા સાથે ૪૦૩૬૨ના આંક પર ટ્રેડ થઈ રહ્યો છે. બજાજ ફાય., ટાઈટન, ટાટા સ્ટીલ, બજાજ ઓટો અને એશિયન પેઈન્ટસ સહિતના શેરમાં આજે ૦.૫૦ ટકાથી લઈ ૧.૨૯ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. આજે આઈટી સેકટરના શેર ઉપર વધુ ભારણ જણાયું હતું. ત્યારે ટેકનોલોજી ક્ષેત્રના શેર સરેરાશ ૧.૦૯ ટકા સુધી તૂટી ગયા હતા. આ ઉપરાંત યુટીલીટી સેકટરમાં કડાકો બોલી ગયો હતો. જ્યાં ૨.૫૧ પોઈન્ટનું ગાબડુ જોવા મળ્યું હતું. બીજી તરફ બેન્કિંગ એન્ડ ફાયનાન્સ, ઓઈલ એન્ડ ગેસ, ટોબેકો સહિતના સેકટર ઉપર પણ આજે ભારણ જોવા મળ્યું હતું.

બીજી તરફ નિફટી-ફીફટી અત્યારે ૮૧.૨૫ ટકા જેટલો તુટી ગયો હોવાનું જોવા મળે છે. નિફટી-ફીફટીના પ્રમુખ શેર વિપ્રો ૬.૩૮ ટકા સુધી તૂટી ગયો હતો. આજે વિપ્રોના શેરમાં ૨૪ રૂપિયાનો ગાબડુ પડ્યું હતું. એનટીપીસી, ઓઈલ ઈન્ડિયા સહિતના શેર તૂટ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.