ગઈકાલે સુએઝ નહેર ધમધમવા લાગ્યા બાદ સેન્સેક્સ 1200 પોઈન્ટ વધ્યો’તો કોરોનાના વધતા કેસના કારણે આજે બજારમાં કડાકો, નિફટી 150 પોઇન્ટ તૂટી
શેરબજારમાં ગઈકાલની તોફાની તેજી બાદ આજે મંદીનો માહોલ છવાઇ ગયો છે. ગઈકાલે સુએજ કેનાલ ફરીથી ધમધમવા લાગતાં માર્કેટમાં પોઝિટિવ વાતાવરણ જોવા મળ્યું હતું. પરિણામે સેનસેક્સ ઊંચકાયો હતો. અલબત્ત છેલ્લા ઘણા સમયથી ઉપર જે બાબતની અસર જોવા મળી છે તે એટલે કે કોરોના વાયરસના કારણે આજે નેગેટિવ અસર જણાઈ છે આજે 600 પોઇન્ટ જેટલું પડી ગયું છે.
કોરોનાનો કહેર દેશભરમાં વધ્યો છે. પહેલી લહેર કરતા બીજી લહેર ખૂબ ઘાતક છે. સતત વધી રહેલા કેસના પગલે દેશમાં કેટલાંક રાજ્યોમાં આંશિક લોકડાઉનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં સડસડાટ વધી રહેલા કેસ દેશના અર્થતંત્ર ઉપર અસર કરશે તેવી ધારણાં છે. આવી સ્થિતિમાં આજે બજારમાં મોટું ગાબડું પડી જવા પામ્યું છે.
થોડા દિવસો પહેલા જ્યાંથી વિશ્વનો 90 ટકા જેટલો વેપાર થાય છે, તેવી સુએજ કેનાલમાં મસમોટું જહાજ ફસાઈ ગયું હતું. જેના પરિણામે આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર ફટકો પડ્યો હતો. ક્રૂડના ભાવમાં અસર થઇ હતી. આ જહાજ ફસાઈ ગયું હોવાથી તેની પાછળ 422 જહાજ પણ ફસાયા હતા. ભારે મથામણ બાદ આ જહાજને બહાર કાઢવામાં આવ્યું છે. સુએઝ કેનાલ ફરી ધમધમવા લાગતા ક્રૂડના ભાવ તૂટી ગયા છે. બીજી તરફ ડોલર મજબૂત બન્યો છે.
આ લખાય છે ત્યારે ફરીથી 50 હજારની સપાટીની નીચે આવી ગયું છે. કોરોના મહામારીનો ખતરો હોવાથી બજાર ઉપર અસર થશે તેવી દહેશત છે. નિફટીમાં પણ 150 પોઇન્ટનું ગાબડું જોવા મળ્યું છે.