આગામી એક પખવાડીયામાં સેન્સેક્સ 55 હજારનો આંક કુદાવે તેવી સંભાવના: રોકાણકારોમાં ખુશાલીના ઘોડાપુર અનેક સાનુકુળ પરિસ્થિતિના કારણે બજાર તેજીના ટ્રેક પર: સેન્સેક્સમાં 595 અને નિફ્ટીમાં 152 પોઈન્ટનો ઉછાળો
કોરોના કાળ બાદ હવે અર્થતંત્રની ગાડી પાટે ચઢી રહી છે જીએસટીમાં પણ રેકોર્ડ બ્રેક કલેકશન થવા પામ્યું છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબુત બની રહ્યો છે. અને આયાત અને નિકાસમાં સંતુલન સધાવા સહિતના અનેક સાનુકુળ પરિસ્થિતિનું નિર્માણ થવાના કારણે ભારતીય શેર બજાર નવા સિમાચિહન હાંસલ કરી રહ્યું છે. આજે બુધવારે ઉઘડતી બજારે સેન્સેર્સે 54000 ની સપાટી ઓળંગી હતી. જયારે નિફટીએ પણ સતત બીજા દિવસે નવો ઓલ ટાઇમ હાઇ બનાવ્યો હતો આગામી 1પમી ઓગષ્ટ સુધીમાં સેન્સેકસ પપ હજારની સપાટી કુદાવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
ગઇકાલે ભારતીય શેરબજાર માટે મંગળવાર મંગળકારી સાબિત થયો હતો. કાલે સેન્સેકસમાં 837 પોઇન્ટ અને નિફટીમાં 246 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. નીફટીએ પ્રથમવાર 16 હજાર પોઇન્ટની સપાટી કુદાવી હતી. આજે સતત બીજા દિવસે બજારમાં તેજીનો તોખાર જોવા મળ્યો હતો. ઉઘડતી બજારે સેન્સેકસે પ4 હજાર પોઇન્ટની સપાટી ઓળંગી લેતા રોકાણકારોમાં ખુશાલીના ઘોડાપુર વ્યાપી જવા પામ્યા છે.
આજે ઇન્ટ્રાડેમાં સેન્સેકર્સ 5441178 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. જયારે નીફટીએ પણ 16285 પોઇન્ટનો નવો હાઇ બનાવ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત મજબુત બની રહ્યો છે. જેના કારણે પણ બજારમાં તેજી પરત ફરી હોવાનું એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સતત બીજા દિવસે સેન્સેકસ અને નિફટીએ નવી લાઇફ ટાઇમ હાઇ સપાટી હાંસલ કરતા રોકાણકારોમાં નવા જ વિશ્ર્વાસનું સંચાર થવા પામ્યું છે. આગામી દિવસોમાં પણ બજારમાં તેજીનો માહોલ જળવાય રહેશે.
આજે સેન્સેકસ – નીફટી ઉપરાંત બેન્ક નીફટીમાં પણ 650 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. જયારે મીડકેપ ઇન્ડેકસ પણ ગ્રીન ઝોનમાં ટ્રેક કરતો નજરે પડયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 595 પોઇન્ટના ઉછાળા સાથે 54414 અને નીફટી 152 પોઇન્ટના ઉછાળા સાથે 16282 પોઇન્ટ પર કામ કાજ કરી રહ્યા છે. જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 17 પૈસાની મજબુતાઇ સાથે 74.12 પર ટ્રેડ કરી રહ્યા છે.