- નિફ્ટી 24300 ની નજીક, સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટ્યો
- બેન્કો અને મેટલ શેરો પર દબાણ વધ્યું
સ્ટોક માર્કેટ – નબળા વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી નબળાઇ સાથે ખૂલ્યો હતો. આજે 25 જુલાઈના રોજ નિફ્ટી 24,250ની નીચે ઘટાડા સાથે ખુલ્યો હતો. માર્કેટ ઓપનિંગ સમયે સેન્સેક્સ 596.44 પોઈન્ટ અથવા 0.74 ટકા ઘટીને 79,552.44 પર હતો. નિફ્ટી 177.30 પોઈન્ટ અથવા 0.73 ટકા ઘટીને 24,236.20 પર જોવા મળ્યો હતો. લગભગ 912 શેર વધ્યા જ્યારે 1608 શેર ઘટ્યા હતા.
બજારના ટોચના નબળા શેરો:
ટાટા મોટર્સ, ONGC, BPCL, L&T, SBI લાઈફ ઈન્સ્યોરન્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા, જ્યારે એક્સિસ બેન્ક, શ્રીરામ ફાઈનાન્સ, નેસ્લે ઈન્ડિયા, ટાઇટન કંપની અને એલટીઆઈમિન્ડટ્રી ટોપ લુઝર હતા. સેક્ટરમાં બેન્ક, આઇટી, રિયલ્ટી અને મેટલ 0.5-1 ટકા ઘટ્યા હતા, જ્યારે ઓઇલ એન્ડ ગેસ, પાવર, ઓટો, કેપિટલ ગુડ્સ 0.5-1 ટકા વધ્યા હતા.