વેલકમ ૨૦૨૦… અર્થતંત્ર નવા વર્ષમાં ધમધમશે
૨૦૧૯માં સેન્સેકસ ૧૪ ટકા વધ્યા બાદ હવે ૫૦,૦૦૦ની સપાટીએ પહોંચવા સરેરાશ માત્ર ૩ ટકાનો ઉછાળો જરૂરી : ર્અતંત્રમાટેસરકારનાપગલામહત્વનાબનીરહેશે
૨૦૨૦નો પ્રારંભ થઈ ચૂકયો છે. ત્યારે ચાલુ વર્ષે સેન્સેકસ ૫૦,૦૦૦ની સપાટીને ટચ કરશે તેવું મોદી સરકાર દ્વારા સમયાંતરે લેવાયેલા પગલા અને ભવિષ્યની યોજનાઓ ઉપરી ફલીત થઈ રહ્યું છે. વર્ષ ૨૦૧૯માં શેરબજારમાં રોકાણકારોની બલ્લે-બલ્લે થઈ હતી. રોકાણકારોની આવકમાં ૧૧ લાખ કરોડનો વધારો થયો હતો. સેન્સેકસ ૨૦૧૯માં ૧૪ ટકા વધ્યો હતો. હવે વર્ષ ૨૦૨૦માં ૧૪ ટકા સાથે વધુ ૩ ટકાની સરારેશ ઉમેરાઈ જાય તો કુલ ૧૭ના દરે ૫૦,૦૦૦ની સપાટીને સેન્સેકસ પાર કરી શકે તેવી ધારણા સેવાઈ રહી છે. મોદી સરકારની બીજી ટર્મમાં ર્અ તંત્રની તંદુરસ્તી મુદ્દે અવાર નવાર સવાલો ઉઠી ચૂકયા છે. ર્અતંત્ર વધુ મજબૂત રહે તેવા હેતુી મોદી સરકારે વિવિધ પગલા લેવાના શરૂ કર્યા હતા. જેમાં કોર્પોરેટ ટેકસમાં રાહત અને બેંકોને લેણદારો સામે પગલા લેવા અપાયેલા હકક્ સહિતના મુદ્દાનો સમાવેશ થાય છે.
કોર્પોરેટ ટેકસમાં અપાયેલી રાહતના પગલે શેરબજારમાં લાંબા ગાળે પોઝીટીવ વાતાવરણ જોવા મળશે. તેવી અપેક્ષા સપ્ટેમ્બર મહિનામાં જ રોકાણકારોએ સેવી હતી. લોંગ ટર્મ ફન્ડામેન્ટલની દ્રષ્ટીએ બજાર ૨૦૧૯ની જેમ ૨૦૨૦માં પણ સતત આગળ વધશે તેવું જાણવા મળે છે.
વર્ષ ૨૦૧૯માં સેન્સેકસ માટે અમેરિકા, ચીન વચ્ચેનું ટ્રેડ વોર પણ મહદઅંશે તકલીફ સર્જે તેવી હતી. જો કે, આ બાબતની સેન્સેકસ પર લાંબાગાળાની અસર જોવા મળી નથી. ઈકવીટી માર્કેટ હવે પોઝીટીવ જોવા મળશે તેવું માનવામાં આવે છે. ર્અતંત્રના વિકાસ મુદ્દે સરકારે લીધેલા પગલાી બજારમાં પોઝીટીવ વાતાવરણ જોવા મળ્યું છે. જે ૨૦૨૦માં બરકરાર રહેશે. નિફટી અને સેન્સેકસમાં અપટ્રેન્ડ જોવા મળશે. વૈશ્ર્વિક વાતાવરણમાં સેન્સેકસ અને નિફટી માટે અનુકુળ રહેશે. નિફટીમાં ૧૩૫૦૦ જ્યારે સેન્સેકસમાં ૪૬૦૦૦ની સપાટી ચાલુ વર્ષે સામાન્ય બની જશે. ત્યારબાદ ૫૦,૦૦૦ સુધી પહોંચવામાં થોડો સમય લાગશે.૨૦૧૯માં આઈપીઓ ક્ષેત્રે પણ પોઝીટીવ વાતાવરણ જોવા મળ્યું હતું. ૨૦૨૦માં પણ વિવિધ કંપનીઓના આઈપીઓ કી રોકાણકારોની આવકમાં વધારો થાય તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.
૨૦૧૯ના છેલ્લા દિવસે સેન્સેકસ ૩૦૪ અંક ઘટીને બંધ રહ્યો હતો. જો કે, ૨૦૨૦નું આખુ વર્ષ બુલીસ ટ્રેન્ડમાં જોવા મળશે. તેવું રોણકારોનું માનવું છે. વર્ષ ૨૦૧૮માં સેન્સેકસ ૨૦૧૧ અંક ઉંચકાયું હતું. ત્યારબાદ ૨૦૧૯માં સેન્સેકસ ૫૧૮૫ અંક ઉચકાયું હતું. ૨૦૧૮માં સેન્સેકસ ૫.૯ના દરે જ્યારે ૨૦૧૯માં ૧૪.૧૭ના દરે ઉછળ્યો હતો. આવી રીતે વર્ષ ૨૦૨૦માં પણ જો ૩ ટકાની સરેરાશ જળવાઈ રહેશે તો સેન્સેકસ સરળતાી ૫૦,૦૦૦ના આંક સુધી પહોંચી જશે.
- આગામી બજેટ ઇકોનોમી ફ્રેન્ડલી રહેશે
બજેટ જાહેર વાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આવા સંજોગોમાં બજેટ કઈ રીતનું રહેશે તેવા પ્રશ્ર્ન સામાન્ય નાગરિકોમાં ઉદ્ભવતા હોય છે. જો કે, મોદી સરકારની તાજેતરની નીતિ જોઈને જણાય આવે છે કે, આગામી બજેટ ઈકોનોમી ફેન્ડલી રહેશે. બજેટમાં મહાકાયકક્ષાના ઉદ્યોગોની સાો સા મધ્યમ અને લઘુ ઉદ્યોગો પર પણ પુરતું ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત લોકોની ખરીદ શક્તિ વધારવા તરફ પણ સરકારનું પુરતું ધ્યાન રહેશે. લોકો જેમ બને તેમ વધુ ખરીદી કરે જેના પરિણામે બજારમાં નાણાની તરલતા જળવાઈ રહે તેવું આયોજન સરકાર દ્વારા ઘડી
કાઢવામાં આવ્યું છે. આ આયોજનના અનુસંધાને બજેટમાં વિવિધ પોલીસી જાહેર કરવામાં આવશે. ઈકોનોમી ફ્રેન્ડલી બજારને વિકાસ સાધવામાં અનુકુળતા રહેશે. બજારમાં નાણાની તરલતા રહે તે માટે સરકાર ખરીદ શક્તિ વધે તે માટે ખાસ ધ્યાન આપી રહી છે.
- કૃષિમાં લઘુત્તમ ટેકાના ભાવથી અર્થતંત્ર ધબકતુ રહેશે
ભારત આજે પણ કૃષિ પ્રધાન દેશ છે. ભારતનું ૬૫ ટકા ર્અતંત્ર કૃષિ ઉપર નિર્ભર છે. આવા સંજોગોેમાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં ભાવ મળી રહે તેવા હેતુી લઘુતમ ટેકાના ભાવની યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. સામાન્ય દ્રષ્ટીએ આયોજના ખેડૂતોને યોગ્ય ભાવ આપવામા ટેની લાગેછે. પરંતુ આયોજના ની લાંબાગાળાની સરકારત્મક અસર ભારતીય ર્અતંત્ર પર પડી રહી છે. ખેડૂતોને યોગ્ય ભાવ મળવાની સાથે બજાર માંથી સસતા દરે વિદેશ ચાલ્યો જતો માલ હવે રોકી શકાય છે.
વિદેશમાં જતા માલનો યોગ્ય ભાવ ખેડૂતોને મળે છે. આ સાથે જ વિદેશી મુડી ર્અતંત્રમાં ઠલવાઈ રહી છે. લઘુતમ ટેકાના ભાવને માત્ર ખેડૂતને ચાંદી હી ચાંદી ની પરંતુ બજારને ધબકતું રાખવા આ ભાવ મદદરૂપ થાય છે. તાજેતરનું ઉદાહરણ લઈએ તો મગફળીનો બમ્પર ઉત્પાદન થયું છે. છતાં પણ તેલનો ભાવ આસમાને પહોંચ્યો છે. જો બમ્પર ઉત્પાદન થયું હોય તો તેની પેદાશનો ભાવ નીચો હોવો જોઈએ પરંતુ લઘુતમ ટેકાના ભાવના કારણે આ શકય બન્યું છે.
- શિયાળુ પાક માટે અનુકુળ સ્થિતિ: પાણી ભરપૂર
ચાલુ વર્ષે ઘઉં તેલીબીયા અને કઠોળનું ઉત્પાદન વધુ આવે તેવી ધારણા છે. શિયાળુ પાક માટે અનુકુળ સ્થિતિ સર્જાઈ છે. ચાલુ વર્ષે સારા વરસાદના કારણે શિયાળુ પાકને પૂરું પાડવા માટે ૫૦ ટકા થી પણ વધુ પાણી છે. પરિણામે આગામી શિયાળુ પાકનું ઉત્પાદન વધુ પ્રમાણમાં આવશે તેવી શકયતા સેવાઈ રહી છે. પંજાબ, રાજસન, ઝારખંડ, ઓરીસ્સા, વેસ્ટ બંગાળ, નાગાલેન્ડ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં પાણીના થતો ભરાઈ ચૂકયા છે. ઓકટોમ્બર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ચોમાસુ સામાન્ય કરતા ૭૦ ટકા સુધી સારૂ હતું જેના પરિણામે ગુજરાતના ૪૧ જળાશયોમાં ૩૦.૩૧ બીસીએમ પાણી છે. જે કુલ સ્ટોરેજનું ૮૭ ટકા પાણી ગણવામાં આવે છે. આવી રીતે અતિવૃષ્ટિ જેવી સ્થિતિમાં શિયાળુ પાક માટે અનુકુળ સ્થિતિ સર્જાય છે તેવું કહી શકાય.
- પાવર લોસને બચાવવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરાશે
વિજ કંપનીઓના મસમોટા નુકશાન પાછળ સૌથી મોટુ જવાબદાર કારણ પાવરલોસ છે. આ પાવર લોસને બચાવવા માટે સરકાર દ્વારા ઈન્ફાસ્ટ્રકચર ઉભુ કરવામાં આવનાર છે. જેના અનુસંધાને પ્રિપેટ મીટર અને અત્યાધુનિક ટ્રાન્સમીશનની સપના તંત્ર દ્વારા થશે. આ ઈન્ફાસ્ટ્રકચરને વિકસાવવા માટે ૨.૫ ટ્રીલીયન રૂપિયાનોઅધધધ… ખર્ચ કરવામાં આવશે. જેના પરિણામે દર વર્ષે વીજકંપની ને તાપાવર લોસપર નિયંત્રણ લાદી શકાશે. ટ્રાન્સમીશન ઈન્ફાસ્ટ્રકચરમાં ખામીના કારણે અને બીલીંગ તેમજ કલેકશનમાં ક્ષતિના પરિણામે વીજ કંપનીઓને દર વર્ષે મસમોટુ નુકશાન જઈ રહ્યું છે. વર્ષ ૨૦૧૫માં વીજ કંપનીઓ ફાયદામાં રહે તે માટે આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. પરંતુ માર્ચ ૨૦૧૯ની સ્થિતિએ હજુ સુધી વીજ કંપનીઓને ફાયદો થયો નથી.
- ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૨૫ ટકા ખાનગી પેઢીઓ આવરી લેવાશે
નાણા પ્રધાન નિર્મલા સીતારમને તાજેતરમાં રૂપિયા ૧૦૨ લાખ કરોડ જેટલી તોતીંગ રકમ ઈન્ફાસ્ટ્રકચરના વિકાસ માટે રોકાણ પેટે ફાળવવાનો નિર્ણય લીધો છે. ૫વર્ષમાં ઈન્ફાસ્ટ્રકચર ક્ષેત્રને મજબૂત બનાવવાનો પ્લાન સરકાર દ્વારા ઘડી કઢાયો છે. થોડા સમયમાં વિવિધ સેકટર માં ૩ લાખ કરોડના પ્રોજેકટ હામાં લેવાશે. આવા સંજોગોમાં સરકારી ઈન્ફાસ્ટ્રકચર પ્રોજેકટની સાથે સરકારી કંપનીઓ પણ કદમી કદમ મિલાવે તે જરૂરી છે. દેશ ના ર્અતંત્રને વેગવંતુ બનાવવાના ભાગરૂપે આગામી વર્ષ માં કરોડો રૂપિયાનો ખર્ચ ઈન્ફાસ્ટ્રકચર પાછળક રવામાં આવશે. ૫વર્ષમાં નેશનલ હાઈવેની લંબાઈ ૫૦ ટકા વધારાશે. આ ઉપરાંત પીપીપી આધારીત કોન્ટ્રાકટ ઉપર સરકાર વધુ પ્રમાણમાં ધ્યાન આપશે તેવું સુત્રો પાસેી જાણવા મળી રહ્યું છે. અહીં નોંધનીય છે કે, ૨૦૧૯-૨૦ી ૨૦૨૪-૨૫ સુધી ઈન્ફાસ્ટ્રકચર પાછળ ૧૦૨ લાખ કરોડ ખર્ચાશે. ૮૦ ટકા ઈન્વેસ્ટમેન્ટ એનર્જી રોડ, રેલવે અને અર્બન ઈન્ફાસ્ટ્રકચર તેમજ હાઉસીંગ તા ઈરીગેશન પાછળ વાપરવામાં આવશે. પાંચ વર્ષમાં વીજ ઉત્પાદન કેપેસીટી ૭૪ ટકા એટલે કે, ૩૫૬ ગીગાવોટી ૬૧૯ ગીગાવોટ સુધી પહોંચાડવાનો ટાર્ગેટ રખાયો છે. આ ઉપરાંત દરેક મકાનમાં પાઈપ લાઈનના માધ્યમી પાણી પહોંચાડવાનું લક્ષ્ય પણ સરકારનું છે.